________________
[૬] ફાધર
૧૬૭
દાદાશ્રી : ના, પછી મેં બાની સેવા કરેલી. બાપુજી વખતે મારી વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, કે “મૂઆ, આવા તો કેટલાય બાપુજી થયા ! હવે શું કરીશું?” ત્યારે કહે, “જે છે એમની સેવા કર. પછી ગયા એ ગૉન. પણ અત્યારે હોય તો તું એમની સેવા કર. ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતા નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે અને આ મા-બાપ તો દેખાય છે.'
જીવનમાં જે કર્યું હોય તે જ છેલ્લે ભેગું થાય. પ્રશ્નકર્તા : ફાધરની મૃત્યુ વખતે કેવી સ્થિતિ હતી?
દાદાશ્રી : એ તો મારા ફાધર મરવાના થયા ને, ત્યારે ફાધર પાસે અમારા એક ફોઈ હતા રઈબા, તે ફાધરની છેલ્લી રાત્રે મને કહે છે, “તું ખસ ભઈ.” કહ્યું, “શું કામ છે તમારે અહીં ?” તો કહે, “મને બોલવા દે નામ, ભગવાનનું.” એટલે તે ઘડીએ પાછા તે આવીને મોટેથી મહીં ફાધરના કાનમાં કહે છે, “બોલો રા....મ..” શું કહે છે ?
પ્રશ્નકર્તા : બોલો, રામ.
દાદાશ્રી : તે કાનમાં બોલ્યા ને, તે એટલો મોટો અવાજ થયો કે મહીં જીવ આમ તો ભડકેલો હોય, તે આથી વધુ ભડકે. ત્યારે મેં કહ્યું કે હવે રહેવા દો ને. મહીં પડઘો થાય છે, ના બોલશો. ઊલટું અહીંથી મોટું ખસેડી નાખો. વગરકામનું અહીં આગળ તો મહીં લાઉડ સ્પીકર જેવું લાગે. મોટું લાઉડ સ્પીકર બોલ્યું હોય ને, એવું લાગે. તે મહીં જીવ ભડકે બિચારો.
એટલે મેં એમને કહ્યું, “બોલી રહ્યા ! હવે માથાફોડ ના કરશો ઊલટા. તે બોલવાના હતા ત્યાં સુધી ના બોલ્યા ને હવે ક્યાં બોલશે ? તે “રામ બોલો, કહે છે. જો પહેલાં કર્યું હોય તો અત્યારે ભેગું ના થાત બધું? જે સામાન હોય તે બધો ભેગો થઈ ગયો.