________________
[૬] ફાધર
૧૬૫
પ્રશ્નકર્તા : ત્યાંસીની રેલ આવેલી એટલે સાંઈઠ વર્ષ થયા. એટલે ફાધર તમારી કેટલા વર્ષની ઉંમરે ગયેલા?
દાદાશ્રી : વીસ વર્ષનો હતો ને ફાધર ઓફ થઈ ગયેલા. શું બનેલું કે અમારા ફાધરની તબિયત સારી નહીં, ત્યારે હું અહીં કોન્ટ્રાક્ટના કામો પર જતો'તો. એટલે અમારા મોટાભાઈ મણિભાઈ મને કહે, ‘તું કામ પર રહે, હું ફાધરની ખબર કાઢી આવું. હું જરા મળી આવું છું.” મેં કહ્યું, “સારું ત્યારે, તમે જઈ આવો. પછી હું આવીશ.” તે ઈચ્છા મારી બહુ, વખતે દેહ છૂટી જાય તો ? પછી મારા બ્રધર છે તે ભાદરણ ગયા તે દહાડે. તે દહાડે બોરસદ ને ભાદરણની વચ્ચે પેલી ગાડીઓ ના ચાલે, તે ઘોડાગાડી મળી. કોઈ વખત ઐસે હી ચલને કા !
તે એ ગયા પછી થોડીવાર પછી મને કુદરતી રીતે સહજ મહીં વિચાર આવ્યો કે લાવ ને, હેંડ ને ભઈ, આપણેય જવા દ્યો ને, ક્ય ખબર કાઢી આવું. આ કામ બીજાને સોંપી દઉં અને હું પણ જાઉં.” એટલે હું પણ બાપુજીને મળવા ગયો. મેં એ કામ બીજા બધાને સોંપી દીધું અને હું તો ઉપડ્યો ને ઘોડાગાડીમાં બેસી ગયો.
પછી મણિભાઈ તો પાછા આવતા'તા ત્યાં, જોવા ગયા'તા ત્યાંથી અને મારું આવવું, તે સામા ભેગા થયા. તેમણે મને પૂછયું કે “તું આવ્યો કે ?” મેં કહ્યું, “હા, મને મહીંથી વિચાર આવ્યો કે જઉં, તે હું બધાને કામ સોંપીને આવ્યો છું.” ત્યારે એમણે મને કહ્યું, ‘તો હવે તું ત્યાં ઘેર જા અને હવે હું કામ પર પાછો જાઉં છું. તું રહેજે હમણાં બે-ચાર દહાડા, બાપુજીની તબિયત નરમ છે તે. હું ત્યાં કરી લઈશ બધું.” એટલે બ્રધર
ત્યાં પાછા ગયા અને હું “ફાધર' પાસે આવ્યો. એટલે એમણે રાત્રે ને રાત્રે જવાની તૈયારી કરી દીધી, ત્યાં સુધી એ જતા ન હતા. હું આવ્યો એટલે તૈયારી કરી, નહીં તો ત્યાં સુધી તૈયારી નહોતા કરતા. તે બા કહે, ‘સારું થયું તું આવ્યો. આજે તો વધારે ખરાબ હાલત છે.” પછી થોડીવારે ઓફ થઈ ગયા. રાતે ને રાતે જ મુસાફરી પૂરી કરી.
તે આવ્યો ને ફાધર ઉપડ્યા ! એટલે જેના ખભે ચઢવાનું હોય તેના જ ખભે ચઢાય. હું ચાર જ કલાક અગાઉ આવેલો વડોદરેથી, તે