________________
[૬] ફાધર
૧૬૩
કરવાની ટેવ ! અને ફાધરને પેલા લોકોએ કહેલું. ફાધરને લાલચ આપેલી પેલા જન્મોત્રી લખવાવાળાએ, કે તમારા પુત્ર ગજબના પુરુષ થવાના છે ! અને તેમાં મહારાજ પાછા આમેય કહે, “પૂછતા નર પંડિતા.' એટલે પાછું બધું મળતું આવે. પણ પંડિતય થયા નહીં ને ! અને જ્ઞાની થઈ ગયા!
ઓળખી સ્વભાવ જગતનો, વર્યા ફાધર સંગે પ્રશ્નકર્તા: ફાધર સાથેનો કોઈ વિશેષ પ્રસંગ હોય તો જણાવશો?
દાદાશ્રી : હું એક ફેરો પીરસતો હતો નાની ઉંમરમાં, બાર-તેર વર્ષનો, તે અમારા કાકા બેઠા'તા, અમારા ફાધર બેઠા'તા, બધા જમવા બેઠા’તા. તે સહુથી ઓછું શાક મારા ફાધરનામાં મૂક્યું અને એમના કરતા થોડું વધારે કાકામાં મૂક્યું. બીજા બધાને વધારે મૂક્યું. ત્યાંથી લોક સમજી ગયેલા, કે આ છોકરો જબરો છે ! કેટલા વિનયવાળો છે ! ફાધરને આટલું જ મૂક્યું. જ્યારે ફાધર મહીં અકળાયા કરે કે શાકેય મેલતો નથી. જગત સમજે છે તમારો ને મારો સંબંધ. એટલે વધારે ના મૂકાય. સહેજ જ વધારે પડી ગયું તો લોક એ બાજુ જુએ, કે જો એના બાપને કેટલું મૂક્યું !
ફાધરને છેતર્યા, તે પછી ખૂબ પ્રતિક્રમણ કર્યા પ્રશ્નકર્તા : ફાધરની સાથે કંઈ ભૂલ થયેલી ?
દાદાશ્રી : હા, અમારા ફાધરને એક જ્યોતિષીએ કહેલું કે “આ તમારા ઘેર મોટું રત્ન પાકેલું છે. એને સંસ્કારમાં જરાક કચાશ ના પડે એ જોતા રહેજો.” હવે ફાધર તે કેટલુંક જુએ ? હું એમને છેતરું તો એ કેટલુંક જુએ? હું સિનેમા-નાટક જોવા જઉં, ભાદરણમાં. તે જોવા જઉં પછી એ, તે ફાધર જાણે કે એ સૂઈ ગયો છે. તે સૂઈ જઉં, પછી ઊઠીને બારી પર ચઢીને ઊતરું. તે બા એકલા જાણે. બા મને કહે, ‘ભાઈ, તું પડી જઈશ. આવું ના કરીશ.” મેં કહ્યું, “ના, મને વઢશે એ. હું તો આવું જ કરવાનો.” આવા બધા તોફાન બહુ કરેલા.
ફાધરને છેતરેલા, બાને નહીં છેતરેલા. બા એકલાને જે જે કરું, તે