________________
[૬] ફાધર
૧૬૧
કહ્યું કે “આ જાણતો હશે અંદરખાને કે આનું આવું થવાનું છે એવું !” મેં કહ્યું, ‘તમારે જે માનવું હોય એ માનો.” ત્યારે કહે, ‘તારા જન્માક્ષર બહુ ઊંચા છે !'
મારે તો ભગવાન જ જોઈતા હતા એટલે આવું બધું તોફાન ! ક્યાં આ દડ દાબીએ ને આ બધા આંબા ઉછેરીએ, ને ક્યારે ખાવાના ને કોણ ખાશે, શું ઠેકાણું? આ તૈયાર કેરીઓ ખાવ ને છાનામાના ! હા, જેને બગીચા વાવવા હોય, બગીચાના માલિક થવું હોય એ ભલે રોપે બધા. આપણે કંઈ આના માલિક થવું નથી. આપણે આનો ગર્વરસ જોઈતો નથી. ઘણાંય ગર્વરસવાળા છે, એ એની મેળે વાડીઓ કરશે ને એય કેરીઓ આવશે ને ઉછેરશે ! એવા ઘણાંય છે ! અહીં કંઈ ખોટ છે ? બધી જાતના લોક !
મારે આવું જોઈતું નહોતું, મારે તો ભગવાન જ જોઈતા'તા. આ કેરીઓ-બેરીઓની મને કંઈ પડેલી નહીં. છતાં આ મમતા છોડવાની નથી. મમતા રાખવાની પણ કેવી ? માલિકી વગરની મમતા. ઓનરશિપ નહીં, ટાઈટલ નહીં.
મારા જન્માક્ષર બહુ ઊંચા, તેથી બધા મર્યાદા રાખે
પ્રશ્નકર્તા ઃ આગળ કહ્યું એમ આપના જન્માક્ષર ઊંચા યોગ બતાડતા હતા ?
દાદાશ્રી : હા, આ પદ મળવાનું હતું તે તો જ્યોતિષવાળાએ કહેલું, ફાધર-મધરને કે આ જુદી જાતનો (પુત્ર) તમારે ત્યાં જન્મ થયેલો છે !
પ્રશ્નકર્તા : જન્માક્ષર કોણે બનાવેલા ? દાદાશ્રી એણે જ બનાવેલા.
આ ગોળ-ગોળ પીલું બનાવેલું છે. તે અહીંથી પચ્ચીસ ફૂટ લાંબું, તે વાંચ વાંચ કરે.
તે પછી આમ ફાધર બધા મારી મર્યાદા રાખે.