________________
૧૬૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ફાધર મોટાભાઈનેય વઢવા ના દે મોટાભાઈ મને વઢતા હતા, જો કે એ મારા કરતા વીસ વર્ષ મોટા, એટલે વઢતા હતા. હું બાર વર્ષનો અને એ બત્રીસ વર્ષના. ત્યારે બ્રધર તો મોટા કહેવાય, મોટી ઉંમરના એ. એ તો વઢે જ ને હવે, બાકી ફાધર વઢ્યા નથી. ફાધરે તો બ્રધરને એમ કહેલું, કે “એને વઢીશ નહીં. એના જન્માક્ષર જુદી જાતના છે !” પણ બ્રધર તો વઢે.
તે પાછા મારા મોટાભાઈ લડે ને, તો મારા બાપુજી કહે, ‘મણિભાઈ, એને બોલવાનું નહીં, અક્ષરેય કહેવાનું નહીં એને ! જન્માક્ષર તો જો, એના જન્માક્ષર જોયા છે કે ? કહેવા જેવો નથી આ માણસ, એને લઢીશ નહીં.”
પ્રશ્નકર્તા એવું કહે ?
દાદાશ્રી : હં. તોય પણ મોટાભાઈ તો લડ્યા વગર રહે નહીં ને ! મોટાભાઈ ખરા ને, તે પ્રેમ હતો એની પાછળ, સાચો પ્રેમ. અને સાચા પ્રેમ ખાતર એ મને વઢે તો શું, મારે તોય એમને ના લટું. એટલે મેં તો બાનો પ્રેમ જોયો, બાપનો પ્રેમ જોયો, મોટાભાઈનો પ્રેમ જોયો, બધાના પ્રેમ જોયા.
ફાધરને જિજ્ઞાસાવશ પ્રશ્નો પૂછ પૂછ કરતા પ્રશ્નકર્તા દાદા, તમે પહેલેથી જ ફાધરને પ્રશ્નો કરી કરીને બહુ પૂછતા ?
દાદાશ્રી : હા. મારા ફાધર મારાથી, જો કે કંટાળતા નહોતા. પણ એમને મનમાં એમ થાય કે “આ બહુ પૂછ પૂછ કરે છે. કારણ કે “આની જોડે ક્યાં આવ્યું ? આ આને આમ કેમ કહેવાય છે ? આને આમ કેમ કહેવાય છે ?” તે પૂછી પૂછીને હું તેલ કાઢી નાખું.
પ્રશ્નકર્તા: કઈ ઉંમરથી પૂછતા'તા, દાદાજી ? નાનપણથી જ ?
દાદાશ્રી : સાત વર્ષનો હતો ત્યારથી જ. આને શું ને આવું શું? નવું પૂછ પૂછ પૂછ... જ્યાં હોય ત્યાં કશી વાત ધરી કે આનું પૂછ પૂછ