________________
૧૬૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સવારે ફરવા જવું જોઈએ.” મેં કહ્યું, ‘ફરવાનો ટાઈમ નથી મળતો. ત્યારે કહે, “એ તો કાઢવો જોઈએ, શરીર સારું રહે.' ત્યારે મેં કહ્યું, “જઈશું.” ત્યારે કહે, “કઈ બાજુ જઈશ ?” ત્યારે મેં કહ્યું, ‘આમ ભાગોળ તરફ.' ત્યારે કહે, “ના, આપણું પેલું નજીકનું ખેતર છે ત્યાં જજે.” મેં કહ્યું, “ખેતરમાં જઈને શું કરવાનું ?” ત્યારે કહે, ‘ત્યાં આંબા વાવેલા છે ને, આપણે આ દસેક આંબા રોપ્યા છે, તે એ રસ્તામાંથી થોડુંક એમાં બહારથી એક થેલીમાં દડ લઈ જવો. તે દડ થોડો થોડો નાખી આવવાનો.” દડ આપણે ત્યાં હોય છે ને...
પ્રશ્નકર્તા: માટી, હા.
દાદાશ્રી : રોડ ઉપરથી દડ મહીં લઈને એમાં નાખજે, નવરાશ મળે ત્યારે. દડ લઈ જઈને નાખીને પાછા આવીએ, એટલે આપણે ફરવાનું થઈ ગયું અને કસરત થઈ ગઈ. ફાધરને ના કહેવાય નહીં એટલે પછી કરીએ થોડુંઘણું. ફાધરને ના નહીં પણ મેં કહ્યું, “મને એવી આંબાની લાલચ નથી, એ કેરીઓ ખાવાની મને કંઈ લાલચ નથી. આ ધંધો મારો નહોય. જેને કેરીઓ ખાવી હોય તે નાખે.” તે થોડા વખત પછી એ ખેતર વેચ્યું ત્યારે મેં એમને કહ્યું, “જો આંબા હોત તો આંબા સાથે વેચાઈ જાત ને ! આ ધૂળ-ધૂળ દાબેલી બધી નકામી જ જાય ને !' કોણે આંબા ખાધા, અને મેલ ને પૂળો ઊંચે ! ક્યાં ખેડૂતોના કાયદા ને ક્યાંય જતું રહ્યું બધું ! હું જાણું કે આ દુનિયાનો રિવાજ, જેના હાથમાં ખેતર છે તેની કેરી. આંબા (કેરી) પછી ઘેર લવાય કે ના લવાય ખેતરમાંથી ?
પ્રશ્નકર્તા: વેચ્યા પછી તો ન લવાય.
દાદાશ્રી : તો આપણે ધૂળ નાખેલી નકામી જાય ? દડ નાખેલું નકામું જાય ? કેમ એમ આપણે નાખેલું ?
પ્રશ્નકર્તા : દષ્ટિ ઉપર આધાર. દૃષ્ટિ બદલાય તો એ દડ બરોબર છે, બીજાને ગયો એમ.
દાદાશ્રી : ના, પણ આ બધી ફસામણો છે ! એટલે મારા પિતાએ