________________
૧૩૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
થાય. નહીં તો ઊંઘતા તો હિસાબ કરવા જ દે છે ને બધા ! રાજા-બાજા બધાય કરવા દે કે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે, ના કરવા દે.
દાદાશ્રી : તે હું તો જાગતા જ હિસાબ ચૂકતે કરવા દેતો હતો. બધા માંકણ સામટા ભેગા થઈને, તમારા નાક (નસકોરા) બોલ્યા, કે બહાર નીકળે બધા, ચઢી બેસે અને નિરાંતે બેસીને જમે ! એ જમીને જતા રહે છે. પછી સવારે પાંચ વાગે દેખાતા જ નથી કોઈ. જમ્યો હોય કે ના જમ્યો હોય પણ પાંચ વાગે એટલે ઊભો ના રહે. સવારમાં શાંત. ફર્સ્ટ ક્લાસ જમીને નિરાંતે આરામ કરતો હશે ! એટલું જમે તે પછી હાથ અડાડે તો ફૂટી જાય એ બિચારો ! મરી જાય મૂઓ ! તે આપણા હાથ ગંધાય ઊલટા ! નિરાંતે એ જમીને જાય. એય વ્યવસ્થિત છે ને !
પ્રશ્નકર્તા: હા. જાગતા જમાડે તેવા ચોર્યાસી પ્રકારના તાપ જાય !
દાદાશ્રી : ત્યારે એના કરતા જાગતા જમવા દે ને બળ્યા, હલ થશે. આ ડૉક્ટર ઈજેક્શન આપે છે તે ઘડીએ નથી લાગતું આપણને? શા હારુ એક્સેપ્ટ કરીએ છીએ ? ‘તાવ ઊતરી જશે ને પણ !” તો “આ ઈજેક્શન મારે છે ને, પેલો તાવ ઊતરી જશે” કહ્યું. ચોર્યાસી પ્રકારના તાપ, મનના તાપ જે છે ને, એ બધા હડહડાટ ખલાસ થઈ જાય. આ તમારી પાસેથી રાતના લઈ લે ! દહાડે ના લેવા દો, જાગતા ?
પ્રશ્નકર્તા: ના, દાદા. કેટલો ઊંચો સમભાવ આવે ત્યારે એ બને !
દાદાશ્રી : આ તો હું અઠ્ઠાવીસ વરસે કરતો'તો. અહીં (ગળામાં) માંકણ આવે ને, એને અહીં (પગમાં) મૂકું. ભૂખ્યો ના જવા દઉં. કારણ કે મેં શોધખોળ કરી છે, સમભાવ નથી લાવ્યો છું. બિઝનેસ કરેલો છે. સમભાવ તો, તમને બિઝનેસ કરતા નથી આવડતો, તો એ શું કરો ? સમભાવ તો રખાતો હશે મૂઆ, કૈડે તેનો ? કૈડતું હોય તેનો સમભાવ રખાતો હશે ?