________________
૧૪૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બાતો મહાન ઉપકાર, પરદેશ ન જવા દીધા પ્રશ્નકર્તા બાના બીજા પ્રસંગો હોય તે કહો ને, દાદા.
દાદાશ્રી : આઈ.વી.પટેલ મને આફ્રિકા લઈ જવાના હતા. તે ત્યાંની કોઈ કંપનીમાં મને ઘાલવા ફરતા હતા. પણ મને થયું કે ત્યાં મારે નોકરી કરવી પડશે, તે પાછા મને ટૈડકાવે. મારા મધરનેય એમ હતું કે પરદેશ નથી મોકલવો.
પ્રશ્નકર્તા : કેટલા વર્ષની ઉંમરના હતા ત્યારે ?
દાદાશ્રી : અઢાર વર્ષનો હતો ત્યારથી મોકલતા'તા, આફ્રિકા જવા માટે...
પ્રશ્નકર્તા : મૂળજીભાઈ મોકલતા'તા?
દાદાશ્રી : મૂળજીભાઈના મામાના દીકરા થાય આઈ.વી.પટેલ. તે પછી આઈ.વી. કહે છે, “હું લઈ જઉં અંબાલાલને ?” એ તો પછી બાએ ના જવા દીધો. બા કહે છે, “મારે પરદેશ નથી મોકલવો, મારે અહીંયા આગળ સારું.” મારે તો વધારે જોઈતું જ નથી. ધંધો ચાલે કોન્ટ્રાક્ટનો બધો, તે ઑલરેડી. બીજું, ઘેર આ તરસાળીમાં (પ-૭ વીઘા જમીનની) જરા આવક હતી અને અહીંની (૧૦ વીઘા ભાદરણમાં જમીનની) આવક હતી.
પ્રશ્નકર્તા: તે બાએ આખા જગત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો !
દાદાશ્રી : બા તો મને ખસવા જ ના દે. મારા વગર ગમે નહીં બાને. ત્યાં ગયા હોત તો બહુ ત્યારે પૈસાવાળા થયા હોત તો પૈસાવાળા થઈનેય લોકોની પાછી ગુલામીઓ કરો. મેલ છાલ, આ શી વળગણો ? ભગવાનને ખોળી કાઢવાની ઈચ્છા નાનપણથી. તે ગોલના (ધ્યેયના) સ્ટેશને પહોંચી ગયા. જે લોકો, જગત આખુંય ખોળે છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા એટલે નિરાંત થઈ ગઈ, કામ પૂરું થઈ ગયું.
મારે તો હું આવ્યો એટલે બસ !” અમારા બાને ઉંમર બહુ થઈને, તે પછી બા છોંતેર વર્ષના હતા