________________
૧૫૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧) હોય તો...” ત્યારે બા કહે, ‘ભાઈ, મારી જિંદગીમાં તો હું એક જ માનું છું કે દર્શન કરવા જેવો હોય તો તું એકલો જ છું !”
મારે દર્શન કરવા કોઈ જગ્યાએ જવાનું નથી. તે અમારા ઘરમાંથી અમે બેઉ જણ દર્શન કરવા ગયેલા નહીં કોઈ જગ્યાએ. બા કહે, ‘દર્શન કરવા તો તું ઘરમાં જ છું, પછી મારે દર્શન કરવા શું કામ જવું ? મારે દર્શન કરવા બહાર જવાની જરૂર જ નથી.” એટલે બા કોઈ દહાડો દર્શન કરવા નથી ગયા. બાને તો આ જ દર્શન, આ જે કહો તે આ જ.
મારો ભગવાન તું છું” ઓળખી લીધા હતા બાએ
લોકો કંઈ દેહને નમસ્કાર કરે છે ? ના, એ તો પૂજ્ય ગુણોને લઈને નમસ્કાર કરે છે. અમે અમારા બાને કહેલું, “હવે તમારે બહાર દર્શન કરવાની જરૂર છે નહીં. હવે ઘરમાં જ દર્શન કરજો.” તે અમારા બા રોજ અમને નમસ્કાર કરતા.
બા તો કમ્પ્લીટ માનતા'તા, કે “તું ભગવાન, મારો ભગવાન તું છું.” મેં કહ્યું તુંય ખરું કે તમારે ત્યાં ભગવાન આવ્યા છે. ત્યારે એ કહે, હા, મારે ત્યાં આવ્યા છે.” બા માનતા'તા, પણ બીજા બધાને શી રીતે સમજણ પડે, બિચારાને ? સમજણ પડવી જોઈએ કે ના પડવી જોઈએ ? સમજણ પડ્યા વગર શું કરે છે ? હીરો હોય તોય લઈ જાય પેલો, બે બિસ્કિટ આપીને. લઈ લે ને કે ના લઈ લે ?
પ્રશ્નકર્તા : લઈ લે. દાદાશ્રી : આ દુનિયાની અજાયબી કહેવાય આ દાદા ભગવાન !
તારી આવી વાતો મને બહુ ગમે પ્રશ્નકર્તા: દાદા, નાનપણથી જ બાનો તમારા ઉપર આવો ભાવ?
દાદાશ્રી : હા, મને એક વખત બા પૂછે કે “ભાઈ, આજે તે દાતણ કર્યું નથી. ત્યારે મેં કહ્યું કે “આખો ઓરડો ભરાય તેટલી ચીરીઓ ભેગી કરી હોય તો થાય, તોય તે આ જીભ ચોખ્ખી થઈ નથી, તો આનો અંત