________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૫૩
દાદાશ્રી : પ્રમાણ એનું એ જ, પ્રમાણ બહાર ન જાય. ગમે એવું સ્વાદિષ્ટ હોય તોય ના જાય. એ પ્રમાણે સાચવવા માટે આ ખવાય એવી ચીજ છે, ઘઉંની હોય તોય બાજુમાં મૂકી દઉં અને તેમ છતાંય ત્રણ વખતમાં મહીં વખતે અજીર્ણ થઈ ગયું ત્યારે સાંજે કહીએ કે “આજ તબિયત બગડી છે, સાંજે નથી ખાવાનું.” પણ કોઈને એ નહીં થવા દેવાનું. બાને તો મેં આટલુંય ખોટું નહીં લગાડેલું, આખી જિંદગીય. આવા બા મળે નહીં. કોઈ દહાડો જોવા ના મળે એવા બા ! તેને છે તે આવું કરું તો મારું શું થાય ? એટલે ત્રણ-ત્રણ વખત ખાતો'તો.
રાજી સખીતે કામ લેવાનું છે પછી છેવટે બાને કહેલું પણ, કે હું ત્રણ-ત્રણ વખત ખઉ છું તમારે લીધે. બા કહે કે શાથી ભાઈ ? મને પૂછે એ પાછા. હીરાબા એમને પાછા શિખવાડેને કે કેમ ઓછું ખાવ છો, તમારે ખવાતું કેમ નથી, એવું કંઈ પૂછો જોઈએ. હીરાબા જાણે કે બહાર ખઈને આવ્યા છે. તે બા મને પૂછે, “કેમ ખવાતું નથી તારાથી ? કેમ ભઈ આજ નથી ખવાતું ?’ કહું, જરાક એવું છે ને !” એટલે એ સમજી જાય પછી. પછી કહી દઉં કે બહાર બળ્યું મારે ખાવું પડે છે ને તમારી જોડે ખાવું જ પડે, શું થાય તે ! જો રાજી રાખીને બધું કામ લેવાનું છે, અને એટલું. બીજું બધું વ્યવસ્થિતના તાબામાં. ઠોકર મારીને ચાલીએ એ ના ચાલે. તને કેવું લાગે ? પ્રશ્નકર્તા : બરોબર, દાદા.
તટસ્થતાથી નિરીક્ષણ કર્યો બાતો સ્વભાવ પ્રશ્નકર્તા : ઝવેરબા કઈ સાલમાં ગુજરી ગયેલા? દાદાશ્રી : ૧૯૫૬માં, હું અડતાલીસ વર્ષનો થયો ત્યાં સુધી રહેલા. પ્રશ્નકર્તા : એટલે બા ગયા પછી જ્ઞાન થયું ? દાદાશ્રી : બા ગયા પછી બે વર્ષે જ્ઞાન થયું. બા તો મૂર્તિ કહેવી પડે ! મારા મધરની ત્યારે ચોર્યાસી વર્ષની ઉંમર હતી. રોજેય એવું