________________
૧૫૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ત્રણેયતા માતા સમાધાન માટે પ્રશ્નકર્તા: પણ એ વખતે ત્રણ જગ્યાએ જમવાનું એવું શાથી ?
દાદાશ્રી : બહુ જે મંડ્યો હોય તેના મનના સમાધાન માટે. પછી બીજો કોઈ કહેતો હોય તેના મનનું સમાધાન કરવા અને પછી બાની જોડે.
પ્રશ્નકર્તા: ત્રણેયના મનના સમાધાન રાખવા માટે.
દાદાશ્રી : હા, પહેલાંને ત્યાં એક રોટલી ખઉં, બીજાને ત્યાં એક રોટલી ખઉં અને છેવટે બે રોટલી ખાઈએ, પણ બધાને રાજી રાખતો'તો. ભઈબંધનેય રાજી રાખતો'તો, પેલા બીજાનેય રાજી રાખતો'તો ને બાનેય રાજી રાખતો'તો. મારા જેવું તો કોઈ કરતો જ નહીં હોય આવું તો.
પ્રશ્નકર્તા : પણ બાને ના રાજી રાખીએ તો ચાલે.
દાદાશ્રી : પણ બાને તો ચાલતું હશે ? અને પેલા ફ્રેન્ડનેય રાજી રાખવો પડે. કારણ કે એને તો કો'ક દહાડો ગેસ્ટ આવ્યા હોય ને મારા જેવાને ના બેસાડે તો એને બિચારાને પાછું મનમાં દુઃખ થાય.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન પછી આવું બધું કે પહેલેથી ?
દાદાશ્રી : જ્ઞાન પહેલાં, જ્ઞાન પછી તો એવું હોય જ નહીં ને ! કોઈને ત્યાં ખાવાય નહીં જવાનું. પછી તો જમવાય નહીં બેઠેલા ને ! (૧૯૬૮માં મુંબઈમાં માસીબાને ત્યાં શરૂ થયું) અને અત્યારે અમે જમીએ તો કોઈ વઢે નહીં. જ્ઞાન પહેલાં આ બધું બાના સમાધાન માટે, પૈડા બાને. એટલે આવી રીતે ત્રણ વખત ઘણી ફેરા જમવું પડતું મારે, પણ એમના મનનું અસમાધાન ના થાય એટલા માટે ઘેર જમતો હતો. સહેજેય મનને એ ન થાય. એમને પહેલાં ના કહી દઉં ને જો માને તો ઠીક છે. “મારી તબિયત બરાબર નથી” એમ કહું પણ તેમ છતાંય કહે, તો પછી ખાતો.
જમવાનું પ્રમાણ એનું એ જ પ્રશ્નકર્તા : તોય પેલું જમવાનું પ્રમાણ ફેરફાર ન થાય, ખોરાક લેવાનું પણ પ્રમાણ સાચવીને !