________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧પ૭
આ તો બધું અનુભવના તારણ ઉપર લાવેલો હું પાછો. હું તો ધંધો જ એ માંડતો.
મધર છેલ્લી સ્થિતિમાં હતા ત્યારે... તે અમારા બા હતા ને, તે ચોર્યાસી વર્ષે ઓફ થઈ ગયા. બાને એ વખતે તો તબિયત બહુ સરસ આમ. અમારા બાનો છેલ્લો કાળ હતો, પથારીવશ હતા ને, ત્યારે મરણના બે કલાક પહેલાં પૂછયું કે કોણ કોણ બેઠા છે ? એમણે આંખો ખોલીને બધે જ જોયું કે કોણ કોણ છે તે ! અમારા મામી હતા ને એમનો છોકરો હતો. મેં કહ્યું, ‘આ જેરામભઈ.” તો કહે, “હા.. હા, બેસો.” અને બે કલાક પછી તો મહીંથી ચાલવાની તૈયારી કરી દીધી. અને પછી એમના શ્વાસોશ્વાસ જોશથી ચાલવા માંડ્યા, એટલે હું જાણી ગયો કે આ તૈયારી કરી છે. આ હવે જાય છે. તે મેં બધાને કહ્યું, “તૈયારી છે આજની.”
પછી કહ્યું, ‘તમે તમારી વિધિ કરજો, નવકાર મંત્ર બોલજો અને હું મારી વિધિ કરું છું.” હીરાબાને બેસાડ્યા સામા ને પછી બધી વિધિઓ કરવા માંડી. તે મેં દોઢ-બે કલાક વિધિ કરી. પછી વિધિઓ પૂરી થયે બા ગયા.
મધરો પ્રેમ તે અજ્ઞાત તેથી રડવું આવેલું પ્રશ્નકર્તા : દાદા, તમને કોઈના મૃત્યુની એવી કંઈ અસર થયેલી ?
દાદાશ્રી : ૧૯૫૬માં થયેલી, જ્ઞાન થતા પહેલાં અમારા મધર ઓફ થઈ ગયા'તા ત્યારે તે દહાડે રડવું આવેલું.
પ્રશ્નકર્તા એટલે એ જે તમને અસર થઈ ગઈ, રડવું આવી ગયું તે વખતે તમે ક્યાં હતા ?
દાદાશ્રી : ક્યાં ? પ્રશ્નકર્તા : તમે જે દ્રષ્ટાભાવમાં...
દાદાશ્રી : ના, તે ઘડીએ દ્રષ્ટાભાવ નહોતો. તે ઘડીએ તો હું આ અંબાલાલ છું' એ જ. ત્યાર પછી બે વરસ પછી જ્ઞાન થયું આ.