________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૫૫.
બીજી વખતમાં એ સાંભળી ગયા. મને કહે, “કેમ આમ બોલ્યા ? આવું બોલ્યા?” કહ્યું, કંઈ દુઃખ થાય ત્યારે બોલે ને !' કારણ કે મહીં દુઃખ થાય તે સહન ના થાય ત્યારે માણસ ભાવ કરી નાખે કે “બળ્યું, છૂટાય તો સારું.” તે સહી કરી આપે. પણ જો બાએ સહી કરી આપી. આવી રીતે જ (કુદરત) સહી કરાવી લે છે. અહીં એવો ગોદો મારી આપે ને તમારી પાસે સહી કરાવી લે. પછી સહી કરી આપે કે ના કરી આપે?
હવે થોડા દહાડાતા મહેમાન, કરો તૈયારી તે મરણ થતા પહેલાં, પંદર દહાડા પહેલાં બા રાતે એવું બોલતા'તા. એટલે મેં રાવજીભાઈને કહ્યું, “આ તૈયારીઓ થઈ, સહી કરાવી લીધી.” ત્યારે મને કહે, “શાથી ?” ત્યારે મેં કહ્યું, “આ સહી તમે સાંભળી નહીં ?” ત્યારે કહે, “સાંભળ્યું તો ખરું.' મેં કહ્યું, ‘હવે તૈયારી કરી રાખો.”
પછી બીજે દહાડે સવારના પહોરમાં અમે બેઉ જાણતા'તા તોય રાવજીભાઈની રૂબરૂમાં બાને મેં પૂછયું, ‘બા, હવે અહીં રહેવાનું ગમે છે કે જવાનો વિચાર ખરો ? હવે તમારી ઈચ્છા જવાની છે ને ? હવે જવાનો કશો વાંધો નથી ને ?” ત્યારે કહે, “ના, બા, શરીર સારું છે મારું તો. મને કશું થયું નથી. હજુ તો સારું છે. મને આંખેય સારું દેખાય છે ને ! મને કશો વાંધો નથી. મને અહીં ગમે છે બધું.” પણ આમ સહી તો થઈ ગયેલી, એની એમને ખબર નથી પણ હું સમજી ગયેલો.
એટલે તે દહાડે સવારમાં મેં રાવજીભાઈને, હીરાબાને, બધાને કહેલું કે “હવે થોડા દહાડાના મહેમાન છે બા. અત્યાર સુધી આ ફોર્મ ઉપર સહી નહોતી કરી, હવે સહી કરી આપી. એટલે હવે તૈયારી છે. હવે પાંચ-દસ દહાડામાં પેલા (જમરા) લેવા આવશે. આ કહ્યું તે એમણે સહી કરેલી છે. હવે પંદરેક દહાડા કાઢે. માટે હવે પંદર દહાડા સુધી ધ્યાન રાખતા રહેજો. માટે પંદર દહાડામાં તૈયારી કરો, વિધિન ફિફટીન ડેઝ.”
મેં રાવજીભાઈને કહી દીધું, ‘તમે તૈયારી રાખો હવે. તમે જશો નહીં હવે. તમે તૈયાર થઈને આવી જાવ ફોઈને વળાવવા. હવે દસ-પંદર દહાડાનો હિસાબ છે. તે પછી એ દસ-પંદર દહાડામાં જતા રહ્યા.