________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૪૯
ત્યાંથી છેલ્લા આઠ વર્ષ હું એમની પાસે જ રહ્યો’તો. કારણ કે એ “મારો અંબાલાલ, મારો અંબાલાલ, મારો અંબાલાલ' કર્યા કરે. બીજું કશું જોઈએ નહીં. મારું મોઢું જુએ કે ખુશ. એટલે રાત્રે એ ઘણાં ફેરા ઝબકીને ઊઠે આમ, ‘મુંબઈથી આવ્યો નહીં, મુંબઈથી આવ્યો નહીં.” એટલે પછી અમારા ભાગીદારને મેં કહ્યું, “થોડો વખત આવી જઈશ, પણ ખાસ કરીને અહીં બા પાસે રહીશ.”
હા, મધર તો બહુ સારા. મારા વગર જરાયે ગમતું નહીં એમને. બહારગામથી મારે આવવું પડેલું. ત્યાં એમની પાસે રહેવું પડે. “બીજું બધું કરજે. પૈસાય મારે ના જોઈએ, કશુંય જોઈએ નહીં આ.” પૈસા તો કોઈ દહાડો માગ્યા જ નથી, કોઈ દહાડોય નહીં. આપીએ તો કહે, મારે પૈસા શું કરવા છે? મારે તું આવ્યો એટલે બહુ થઈ ગયું !
મેં કહ્યું, ‘બા, તમારે પૈસા કેમ જોઈતા નથી ?” તો કહે, “આપણી કહેવત છે કે “બાપ જુએ લાવતો અને મા જુએ આવતો.” હું તો તું આવું એટલે બસ થઈ ગયું.” અને બાપ તો શું લાવ્યો, એ પૂછ પૂછ કર્યા કરે. મુંબઈથી આવ્યો તે કશું લાવ્યો કે ? અત્યારે એવું નહીં હોય ને ? માએ લાવતો જ જુએ ?
બાને છે તે ચોવીસ કલાક અંબાલાલ યાદ રહે. હું ત્યાં મુંબઈ જઉં તો એમનાથી રહેવાય નહીં, સહન ના થાય. બીજું કશું જ જોઈએ નહીં, અંબાલાલ જોઈએ બસ. ચોવીસેય કલાક, ધ્યાન જ એનું એ, જ્યારે જુઓ ત્યારે એ જ ધ્યાનમાં હોય. એટલે મારે છેલ્લા સાત-આઠ વર્ષ અહીં રહેવું પડ્યું ધંધો છોડીને. એમની જોડે જ બેસી રહેતો. તે પછી મંત્રો બોલાવું, બીજું બોલાવું, ત્રીજું બોલાવું.
દર્શન કરવા જેવો તું એકલો જ !” બા તો બહાર કોઈ દહાડો મંદિરે દર્શન કરવા નથી ગયા. આઠમ હોય કે ગોકુળ આઠમ હોય, બધા ભાઈબંધો શું કહે કે કાલે બાને દર્શન કરાવવા હું ગાડી મોકલીશ. ત્યારે મને કોઈ માણસની ગાડી લેવી એ પ્રિય નહીં. એટલે પછી બાને મેં કહ્યું, “કાલે દર્શન કરવા જવા ગાડી જોઈતી