________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૪૭
ખાય છે એ એના હક્કનું જ ખાય છે, તો પછી એના માટે અવળો વિચાર જ ના આવે ને પ્રેમથી જમીને જાય.
તે આ અણસમજણ પેસી ગયેલી. સંસ્કારી કુટુંબમાં અણસમજણ પેસી જાય બીજાનું જોઈને, પાડોશીઓનું. પણ પછી તો આ એક જ પ્રસંગે તેમને ચેતવી દીધા. કોઈક જ દહાડો આવો પ્રસંગ હોય, પછી કંઈ રોજરોજ ના હોય. પછી તો કોઈ પણ આવે, તે નિરાંતે જમી-કરીને જ જાય.
બીજાના મન બગડ્યા, તે નથી જમ્યો કોઈને ત્યાં
પ્રશ્નકર્તા: આ તો તમે આવા જાગૃત હતા એટલે, પણ બહાર બીજે તો આવું જ થઈ ગયું છે કે મન બગડ્યા વગર રહે જ નહીં.
દાદાશ્રી : હા, એટલે જ નાની ઉંમરથી પચાસ વર્ષની ઉંમર સુધી કોઈનો મહેમાન થયો નથી. એક જ જગ્યાએ ગયા'તા, ત્યાં જમવામાં મોઢું ચડેલું જોયેલું હશે. ત્યાર પછી મેં કહ્યું કે આ લોકોને ત્યાં જમવા જવા જેવું નથી. આપણી પાસે હોય તો જમાડવા જેવા છે પણ જમવા જેવું તો છે જ નહીં. હું તો કોઈને ત્યાં નથી જમ્યો, મોસાળમાંય જઉં નહીં. બહુ થાય ત્યારે જઉ એકાદ દહાડો. મન બગડી ગયેલા લોકોના. પેલો અકળાયેલો માણસ શું ના કરે ?
અમે' તાતા છતાંય બા પૂછતા પ્રશ્નકર્તા: દાદા, એવું પણ સાંભળ્યું છે કે તમે નાના હોવા છતાં બા તમને પૂછતા !
દાદાશ્રી: હા, એક વખત વ્યવહારમાં કોઈકને આપવાનું થયું ત્યારે અમારા બાએ મને પૂછયું કે “આ વ્યવહારનું શું કરીશું ? શું આપું?” તે મેં કહ્યું, “બા, તમે આ નાની-નાની બાબતમાં મને શું પૂછો છો ? તમે એંસી વર્ષના, હું ચુંમાલીસ વર્ષનો, તે મારા કરતા તમે વધારે જાણો. માટે તમને જે ફાવે એ કરવાનું. તો બા કહે છે, “ના, પૂછાય તને. ફાવે એવું ના કરાય.” “એંસી વર્ષનો સુથાર અને પાંચ વર્ષનો ઘરધણી” પણ ઘરધણીને પૂછવું પડે. હું ગમે તેવી તોય સુથાર જ ગણાવ.