________________
૧૪૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧) પ્રશ્નકર્તા: એ રોટલા-રોટલી, કંઈ હોય જ નહીં તો ?
દાદાશ્રી : ના હોય તો શું વાંધો છે ? આપણે કહીએ, “બેસો બા, જમવાનું કંઈ છે નહીં, આજ ખાલી છે. તે હમણે ભૂસું-ભૂસું એવું કંઈ મંગાવીએ છીએ. આ છ એક આના મારા ગજવામાં છે, આપણે બધા જ ખાઈ લઈએ. હંડો, ચા ને નાસ્તો કરી લઈએ.”
એકવાર ચેતવ્યા પછી એ નિયમ કાયમ પાળ્યો પ્રશ્નકર્તા: આપણે તો “અતિથિ દેવો ભવ” એમ કહીએ છીએ ને?
દાદાશ્રી : હા ! તિથિ નક્કી કર્યા સિવાય, કાગળ-બાગળ લખ્યા સિવાય આવે એ અતિથિ, અને તે ઘડીએ જો આપણી પરિણતિ સારી રહી ત્યારે જાગૃતિ કહેવાય, ત્યારે પુરુષાર્થ કહેવાય, તો મોક્ષને માટે સર્ટિફાઈડ થવાની તૈયારી થઈ ગઈ. કસોટીમાં ઊતરવું પડે ને ? તે પેલા લોકોય સમજી ગયા કે મેં જાતે જમવાનું બનાવ્યું. પછી મેં એ લોકોને સમજણ પાડી કે એમની તબિયત નરમ છે.
પ્રશ્નકર્તા : પાછું બધું ઢાંકવું પડે, નહીં?
દાદાશ્રી : ઢાંકવું તો પડે ને આ, નહીં તો આપણી જ ખામી ઉઘાડી થાય ને ?
પ્રશ્નકર્તા: બરોબર. પણ દાદા, એ આવ્યા એય ભગવાન જ ને?
દાદાશ્રી : એ તો હવે ‘ભગવાન છે” એવું ખબર પડી. પેલા ભગવાન માટે બગાડીએ તો વાંધો નથી, કારણ કે એમને તો લાખો જણ બોલાવનારા હોય પણ આમને કોઈ બોલાવનાર ના હોય. તેને માટે આપણે ત્યાં છે તે ભાવ ના બગાડાય. આપણે કોણ માણસ ! ક્યાં આપણો વ્યવહાર ! નિશ્ચય ના હોય તો ભલે પણ વ્યવહાર તો ઊંચો હોવો જોઈએ ને ? આ જ મોટામાં મોટું તપ છે. તે પછી આ નિયમ એમણે આખીય જિંદગી પાળ્યો. પણ આ બનાવથી એમને ખૂબ જ પસ્તાવો થયેલો. આ તો એ મહેમાન આવ્યા તે વ્યવસ્થિત, રહ્યા તે પણ વ્યવસ્થિત અને ગયા તેય વ્યવસ્થિત. તો પછી અવળો વિચાર આવે ? ના જ આવે. પાછો એ જે