________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પછી શરીરની નબળાઈ આવી. એટલે હવે કોઈ કરી શકે જ નહીં ને કોઈનું, પણ રહેલું એવું. પછી અત્યારે તો વૈડપણ થયું એટલે આવું સારું થાય નહીં.
૧૪૪
સાદું બતાવજો પણ ભાવ બગાડશો નહીં
મનુષ્યો ક્યાંથી આવવાના હોય બિચારા ? એ તો એટ એની ટાઈમ આવે. તે મેં એમને કહેલું કે તમારે જમણ ના બનાવવું હોય તો વાંધો નથી, પણ જે હોય તે મૂકજો. આવી પડેલા હોય તેને માટે ખીચડી-શાક જે હોય તે ભાવથી કરવું. મહીં ભાવ બગડ્યા કરે, એ શું કામનું ? પેલોય માણસ સમજી જશે તમારી આંખો ઉપરથી કે આ માણસો બીજાના જેવા જ છે !
અત્યારે ના આવ્યા હોત તો સારું થાત' આવા ભાવ ના હોવા ઘટે. આવા ભાવથી તો મન જો એક વખત બગડે તો સવારે એ ભાઈને બિસ્તરા બાંધતો ના જુએ એટલે થાય કે ‘આ તો મૂઆ પાછા આજે પણ રોકાવાના જ છે ! ઠીક છે, સાંજે જશે પણ આજની રસોઈ તો બનાવવી જ પડશે.' તેય બગડેલા મને જમાડવી પડે. તે પછી સાંજે પણ બિસ્તરા બાંધતા ના જુએ તો પાછું મોઢું બગડે. તે પછી તો કમને રાજી વગર કરવું પડે.
ભલે ભત્રીજા જમાઈ થતો હોય, એને જે હોય તે, ખીચડી ને રોટલો મૂકજો. તમને જે ઈઝી લાગે તે. પણ એમને ભાવથી, પ્રેમથી જમાડો બસ. ભાખરી ને શાક ઉતાવળથી બને તે કરજો, હું ખુશ થઈશ. હું એમ નથી કહેતો કે કંસાર મૂકો એમને.
આબરૂ માટે નહીં પણ પ્રેમપૂર્વક જમાડવા છે મારે
પ્રશ્નકર્તા : દાદા, એ આબરૂ સાચવવા માટે સારું-સારું બનાવે, પછી ભલે ને ભાવ બગડેલા હોય !
દાદાશ્રી : હું તો એવો નિયમવાળો, તે ગમે તેવો સગોવહાલો આવ્યો હોય ને, આડે-અવળે ટાઈમે આવ્યો હોય, મારે આબરૂ રાખવી છે એવું કશું નહીં મનમાં, મારે તેમને પ્રેમપૂર્વક જમાડવાના છે. ગમે તે રોટલો