________________
૧૪૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ઉપરથી સમજી ગયો કે શું કહેવા માગે છે ? પેલા લોકો તો આગળના રૂમમાં છે તે પોતાના કપડાં બદલતા હતા, બિસ્તરા મૂકતા'તા. એમને ખબર નહીં કે આ શું કહે છે ? પણ હું માજીના હાવભાવ સમજી ગયો. એટલે માજીને મેં કહ્યું, ‘બેસો, હમણાં શાંતિ રાખો.” ઈશારાથી આમ કર્યું એટલે સમજી ગયા.
અમે તો વૈષ્ણવ ડેવલપમેન્ટના તોય બા હતા ને, તે એટલા બધા સુંદર સ્વભાવના હતા. તે અમારા બાનું તો મને ક્યારેય સહેજેય બગડેલું જ નહીં ને, પણ તે દહાડે બગડ્યું ! એમના મોઢેથી મેં નબળાઈ સાંભળી એક ફેરો, ત્યારે થયું કે આ આમનું મન બગડે છે ! આવા બા તો મેં ક્યાંય જોયા જ નથી ! અડતાલીસ વર્ષ એમની જોડે રહ્યો પણ એમનો કોઈ દોષ મેં જોયો નથી. પણ એમનો એક જ ફેરો દોષ જોયેલો, તે ઘડીએ કે પોતાની મતિથી કે ગમે તે હોય પણ બાથી સહેજ બોલાઈ ગયું ! કે “આ રડ્યા અત્યારે ક્યાં આવ્યા !' બા અંદરખાને બોલ્યા તે હું સાંભળી ગયો.
આવા ખાતદાત માણસ આવું બોલ્યા” તે ન રુચ્યું
અમારા બા બહુ જ ખાનદાન હતા. બાનો સ્વભાવ બહુ ઉમદા હતો. અમારા બા બહુ મોટા મનના, બહુ દિલદાર મનના, બહુ લાગણીશીલ અને એ તો સાવ દેવી જેવા. સંસ્કાર તો મને એમણે આપેલા. તોય એમનું મન છે તે તૂટી ગયું અને એમની લાગણીઓ તે ઘડીએ જતી રહી. જે કોઈ દહાડો ના બોલે, એ પોતે મને કહે છે, “આ રડ્યા અત્યારે કંઈ આવ્યા ?” એ તો નોબલ હતા, પણ મને એમની આ નોબિલિટી રુચિ નહીં.
હવે જેને હું મહાનમાં મહાન આત્મા માનું અને જે બાએ મને સંસ્કાર આપ્યા હતા, એ બા એટલા બધા મનુષ્ય પ્રેમી કે આખી જિંદગી એમાં અર્પણ કરી છે એવા, એમની પણ જ્યારે ધીરજ ખોયેલી દેખી એટલે મને ગભરામણ થઈ ગઈ કે આ શું બોલી રહ્યા છે ?
એટલે મારા મનમાં અસર થઈ ગઈ કે આવા ખાનદાન માણસ જો આવું બોલતા હશે તો બીજા લોકોનું તો ગજું શું છે ? આવા અસલ