________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૩૯
હીરાબા અને બા હઉ હતા. આ તો અમે શહેરમાં રહીએ, તે ગામમાંથી કોઈક ને કોઈક અવારનવાર અમારે ત્યાં આવ્યા જ કરે. તે એવા ટાઈમે એટલીવારમાં બહારથી ભાદરણના ત્રણ-ચાર જણ મહેમાન આવ્યા! બીજા ત્રણ જણ જુદા પણ અમારા એક મામા હતા એમાં. તે પેસતા જ બોલ્યા, ‘ભાણાભઈ, અમે આવ્યા છીએ, જમવાના છીએ.”
હવે જમતા પહેલાં જો ચાર જણ આવ્યા હોત ને, તો અમે એ જમવાનું બધું રહેવા દઈને બીજું સરપ્લસ કરી અને થોડીવાર પછી સાથે બેસત. પણ આ તો અમે જમી રહ્યા ને તરત જ આવ્યા. અંદર બધું શાક-બાક, દાળ-બાળ તપેલીમાં થોડું થોડું રહ્યું હતું, બધું ખલાસ થવા આવેલું. હવે જમી રહેવા આવ્યા હતા એટલે તપેલીમાં વાટકી દાળ પડી હતી ફક્ત, તે પેલી બાઈ લઈ જાય એટલી જ. ભાત, પેલી બાઈ લઈ જાય એટલો જ વધ્યો હતો. અમારા ચાર જણ (પોતે-ત્રણ, ચોથી-કામવાળી બાઈ) પૂરતું બનાવે અને બીજા બે આવ્યા હોય તો બનાવે વધારાનું. નહીં તો આ લોકોને શહેરમાં તો વધારે બનાવીને ઢોળવા-કરવાનો રિવાજ જ નહીં ને !
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એટલે પેલા આમ ઓળખાણવાળા અને તે ખાસ સગાંવહાલાં જ હોય તે બોલે તો ખરા ને ? હજુ જમવાના છીએ અમે, એવું બોલે ને, ગમ્મત કરે ને? એટલે ઘરમાં પેસતા મેં જોયા, એટલે મેં બૂમ પાડી, મેં કહ્યું, “આવો, આવો, પધારો, પધારો. બેસો ત્યાં આગળ.” એટલે આગલા રૂમમાં બેઠા.
અત્યારે ક્યાંથી આવ્યા ?', જોઈ બાતી નબળાઈ
ઉનાળાનો સખત તાપ, માજી મારા સામું જમવા બેઠા’તા. મને કહે છે, “આ ક્યાં આવ્યા અત્યારે ?” શું કહે છે ?
પ્રશ્નકર્તા : આ ક્યાં અત્યારે આવ્યા ? દાદાશ્રી : પેલા લોકો સાંભળે એવું નહીં પણ આમ હાવભાવ