________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૩૩
નવો ભાવ ન બગડે. નવો ભાવ અમારો મજબૂત થાય ઊલટો. આ કરેક્ટ છે, ભલે સહન કરવું પડે.
કંઈ ગમ્યું તમને ? હું જે બેલેન્સ મૂકવાનું કહું છું તે.. શું શું ફાયદા થાય ? પ્રશ્નકર્તા: એક તો શાંતિ રહે, ચીર શાંતિ.
દાદાશ્રી : ના, ઉપાધિ તો થાય બળી ! સહન કરવાની ઉપાધિ તો થાય.
પ્રશ્નકર્તા: પણ ક્લેશમાંથી મુક્તિ રહે.
દાદાશ્રી : હા, ક્લેશમાંથી મુક્તિ રહે. સહન કરવાથી ક્લેશમાંથી મુક્તિ રહે.
જાગતા જમાડીને હિસાબ ચૂકતે કર્યા પ્રશ્નકર્તા: ઊંઘમાં તો અમને પણ કેટલાય માંકણ કરડી જતા હશે પણ જાગતા કરડવા ન દઈએ.
દાદાશ્રી : એ તો મેં પૂછેલું એમને, “અમે જાણીએ છીએ ત્યાં સુધી તો અમે ખસેડી નાખીએ તમને. તમને વાંધો નથી ને ?” ત્યારે કહે, “ના, અમે તો જમી લઈએ છીએ. તમે ઊંઘી જાવ એટલે આરામથી, સારી રીતે જમી લઈએ.” એ ઊંઘમાં તો આખુંય જમી જાય છે ને !
કુદરતનો નિયમ એવો છે કે “તમને ઊંઘાડ્યા વગર રહેશે જ નહીં અને અમે જમ્યા વગર રહીશું નહીં. આ તમારી હૉટલમાં અમે ખાઈને જ જવાના છીએ !” એ ખઈને જ જાય છે.
એ માંકણ મને આવીને કહી જાય છે બધા કે આ લોકો ગમે તેટલી દોડધામ કરે, ગમે એટલું અટકાવે અમને, ગમે તે કરે પણ અમે એ ઊંધી જાય ત્યાર પછી લઈએ છીએ, પણ અમે અમારો હિસાબ તો ચૂકતે કરી દેવાના. અને જાગતા કરડવા દે એ શૂરવીર. જે જાગતો હિસાબ ચૂકતે કરે, એનો હિસાબ ચૂકતે થઈ જવાનો અને પેલો હિસાબ ચૂકતે નહીં