________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૩૫
અદ્ભુત બિઝનેસ દાદાનો, ખોટમાં કર્યો નફો પ્રશ્નકર્તા: તો બિઝનેસ કર્યો, દાદા? દાદાશ્રી : હા, બિઝનેસ કર્યો. વેપારી ખરો ને મૂળ.
જો તમે ઊંઘમાં જમી જ જતા હોય ને મને મૂરખ બનાવતા હોય તો અમારી હૉટલમાં જાગતા જમી જાવ. એટલે મેં બિઝનેસ કરેલો છે ને ! એટલે પછી મેં એડજસ્ટમેન્ટ ખોળી કાઢ્યું કે આ માંકણ છે તે ઊંઘતા તો કેડી જાય છે, ત્યારે એના કરતા જાગતા જ લઈ જાવ ને ! એટલે પછી જાગતા જમાડવાનું રાખ્યું. “હા, કંડો.” તે ક્યારેય ભૂખે મરતા નથી, રોજેય જમી લે છે. એટલે આ માંકણ એ ભૂખે મરે એવી જાત નથી, પણ લોકો ઊંઘતા જમવા દે છે અને અમે જાગતા જમવા દઈએ છીએ. પાછું એને મારવા-કરવાની વાત જ નહીં. એટલે પછી મેં નક્કી કર્યું કે “હું ક્ષત્રિય છું, મારે ઊંઘતા શું કરવા જમાડવા પડે, જાગતા ના જમાડી દઉં ?” એટલે અહંકાર ખરો ને તે દહાડે, ક્ષત્રિયપણાનો અહંકાર. તે અહંકાર શું ન કરે ? પણ એ કેડવા દે એટલે અહંકારથી. ભૂખ્યા કેમ જવા દેવાય ?
એ માંકણ શું કહે છે ? ‘જો તું ખાનદાન હોઉ તો અમને અમારો ખોરાક લેવા દે ને ખાનદાન ના હોઉ તો અમે એમ ને એમ જમી જઈશું, પણ તમે ઊંઘી જશો ત્યારે. માટે તું પહેલેથી ખાનદાની રાખ ને !” એટલે હું ખાનદાન બની ગયેલો. આખા શરીરે કેડતા હોય ને, તો કૈડવા દઉં. આવા પાંચ-પાંચ વરસ કાઢ્યા છે મેં. મનમાં એક એ કે આપણે ક્ષત્રિય છીએ, કેમ ના જમી જાય ? એવા આ બધા તપ કરેલા ખરા મેં. એક અવતાર તો તપ કરો, પેલા બીજા તપ કરવા કરતા. ઊલટું કહે, ‘તપ કરવા છે મારે, અપવાસ કરવા છે.” “મૂઆ, શું અપવાસ કરીશ ? આ માંકણ કૈડે તે તપ કર ને, માંકણ ને મચ્છરા આગળ.” એવી કઠોરતા કરેલી આ શરીર ઉપર પણ તે મૂળ રસ્તો નહોતો એ.
પ્રશ્નકર્તા: એ અસહજ કહેવાય ?
દાદાશ્રી : ના, એ બધી નકલ કરેલી, ઈગોઈઝમની નકલ કરેલી. જો કે હવે મારી પથારીમાં માંકણ આવતા જ નથી, બિચારાનો હિસાબ