________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
ત્યાર પછી અમે તો માંકણનેય જાણીજોઈને લોહી પીવા દેતા હતા, કૈડવા દેતા હતા, કે ‘અહીં આવ્યો છે તો હવે જમીને જા.' એને પાછો તો ના કઢાય બિચારાને ! કારણ કે મારી હૉટલ એવી છે કે આ હૉટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં, એ અમારો ધંધો. આપણી હૉટલમાં આવ્યો ને જમ્યા વગર જાય ? આપણી લોજમાં આવ્યા ને, લોજમાંથી જવા દો તમે ?
પ્રશ્નકર્તા : ના.
૧૩૧
‘આમતે છેલ્લામાં છેલ્લું પદ આપો !'
દાદાશ્રી : તો અમારે આમાં જવા દેવાય ? એટલે માંકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. હવે એ ફળ શું આપે ? એ માંકણમાં રહેલા વીતરાગ અમારી મહીં રહેલા વીતરાગને ફોન કરે કે ‘આવા દાતા કોઈ જોયા નથી. માટે આમને છેલ્લામાં છેલ્લું (શ્રેષ્ઠ) પદ આપો.' ફક્ત અહીં ડોકમાં કૈડે, એ સહન થતું નહોતું. એટલે પછી આ સહન થતું નહોતું ત્યારે મેં પ્રયોગ કર્યો કે હું અહીંથી ઝાલીને અહીં પગ પર મૂકતો હતો. કારણ એ લોકો સમજી ગયા કે આ અહિંસાવાળા છે. એટલે મારા હાથમાં તરત આવે. હોય ચાર માંકણ પણ તોય હાથમાં આવે. એ સમજી ગયેલા. એટલે પછી હું અહીં મૂકું પગ આગળ. અહીં જુદાઈ નહીં તો પણ ક્યાં જાય ભૂખ્યો બિચારો ? ‘અહીં (પગમાં) તમે જમો, પણ આ રૂમમાં (ડોકમાં) જમશો નહીં,' કહ્યું.
મને તો બોચીએ કરડે તે ઉઠાવીને હાથ ઉપર મૂકું, કા૨ણ બિચારો ભૂખ્યો ના રહે ! આ જગત કેવું છે ? આ આપણી માલિકી નથી. જે ખાય તેના બાપનું.
કરડે ત્યારે ખબર પડે, પ્રેમ ક્યાં છે ?
પ્રશ્નકર્તા : ખાલી ‘આ રૂમમાં જમશો નહીં, પણ અહીંની રૂમમાં જમો' એમ કહો !
દાદાશ્રી : હા, એટલી નબળાઈ જોઈ પાછી મેં કે ‘અહીં જમશો