________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૨૯
દુનિયામાં કોઈ બનાવનાર છે એક માંકણ ? તો મરાય નહીં. તોય પણ અક્કલ કામ કર્યા કરે ને તો શું કરવું? કે ‘ભાઈ, ગોદડા બહાર નાખજો. બહાર બિચારા તાપમાં તપી જાય, પાછા વીણી-વીણીને કશાકમાં મૂકજો અને પછી બહાર દૂર નાખી આવજો.'
એ જીવ માર્યા પછી બીજા આવશે કે નહીં તેની શું ખાતરી ? જીવજંતુનું સાયન્સ જ્ઞાનીઓ એકલા જ જાણે છે. આ જીવ શાથી ઉત્પન્ન થયા ને શાથી મરી જાય છે, એની આ મૂર્ખાઓને ખબર જ નથી. દરેક જીવ આયુષ્ય લઈને જ આવે છે, ત્યાં આ અકર્મીઓ મૂઆ મારવાનું નિમિત્ત બને છે ! એ હિસાબ જ છે. ગમે તેટલા મારી નાખશો તો પણ અગિયાર કરડવાના હશે તો કરડશે ને બારમો નહીં કરડે.
દાદાની આગવી શૈલી, માંકણ સાથે પણ વાતચીત
પ્રશ્નકર્તા: પછી શું થયું દાદા, માંકણને મારવાનું બંધ થયું? કેવી રીતે થયું ?
દાદાશ્રી : મેં તો પછી બીજી રીતે તપાસ કરી કે “ભઈ, આ અમે જાગીએ ને લાઈટ કરીએ તો તમે નાસી કેમ જાવ છો ?” ત્યારે કહે, ‘તમે મારી નાખો, હિંસક છો.” આપણાથી ભય પામીને નાસી જાય બિચારા ! આ ખૂની જેવું લાગે આપણને. મેં તો એમને પૂછેલું, “અમારે અહિંસક થવું છે. ત્યારે એ કહે, તમે કેવી હિંસા કરી રહ્યા છો ? તમને આ તમારી હિંસાનું ફળ છે. અમે ફળ આપી રહ્યા છીએ હિંસાનું. દ્વષી થઈને તમે અમારી ઉપર દ્વેષ કરેલો છે. ત્યારે પછી નક્કી કર્યું કે આપણે હિંસક રહેવું નથી.
માણસતા જ પરસેવામાંથી સ્વયંભૂ ઉત્પન્ન થતારા
ત્યારે પછી મેં કહ્યું, ‘પણ આવો છો શું કરવા જમવા ?” ત્યારે કહે, “આ સિવાય બીજો ખોરાક નથી અમારો. ભેંસનું દૂધ હોય એ કંઈ અમારે પીવાય નહીં. અમે તો મનુષ્ય એકલાનું જ લોહી પીવાવાળા. કારણ કે અમે સ્વયંભૂ ચીજ છીએ. તમારા પરસેવામાંથી ઉત્પન્ન થઈએ છીએ. અને એટલે તમારા જ છીએ અમે. એટલે હવે રસ્તો શો કાઢવો?”