________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નથી કે એ કેટલા વર્ષનું આયુષ્ય છે એનું ? શું એનું સો વર્ષનું આયુષ્ય છે, તે એને મારો છો ? કેટલા વર્ષનું આયુષ્ય હશે એનું ?
પ્રશ્નકર્તા : અમુક જ દિવસનું હોય છે એનું આયુષ્ય તો.
દાદાશ્રી : એકવીસ દહાડા કે એવું એનું આયુષ્ય હોય છે. હવે એ પોતે મરવા આવ્યો છે, એને મારીને તમે શું કરવા જોખમદારી લો છો નકામી ?
૧૨૮
જેતે બતાવી તા શકીએ એને ન મરાય
પછી એ મહેમાનોને (માંણોને) મેં પૂછ્યું, ‘તમે કેમનું કરો છો આ ? આવવા-જવાની તમારી શું ક્રિયા છે ? અમે સો મારી નાખીએ તો પછી બીજા આ ફરી ક્યાંથી આવે છે ?’ ત્યારે એ કહે, ‘અમારી વંશ ઓછી નહીં થાય. મારશો એટલી જવાબદારી તમારી રહેશે ને અમે એટલા ને એટલા.’ ‘ઈઝ ઈટ પૉસિબલ (તે શક્ય છે) ?” ત્યારે કહે, ‘હા, કારણ બીજાને ઘેરથી આવે.’
ત્યારે આજુબાજુય પેલા જૈનો ખરા ને ! એમને કોઈને કશું મા૨વાકરવાનું હોય નહીં. એટલે પછી ચાલ્યા જ કરે આ બધું. બધા ગોદડા બહાર નાખે. આપણે ત્યાં કોઈ બહાર ગોદડા નાખવાના-સૂકવવાના નહીં. બહાર નાખે નહીં, તે બધા અહીં આપણે ઘેર આવે, મુકામ કરે. ત્યારે મેં તો હિસાબ કાઢેલો કે આ ઘરમાં જેટલી જીવાત હોય એ વીણી વીણીને બહાર કાઢી નાખીએ, બહાર મૂકી આવીએ તો પછી જોડે રહેવાવાળાને મુશ્કેલી. એટલે આ પીડાથી આપણે છેટા રહો. આ તો ચાલ્યા જ કરવાની.
આમાં જો કદી ચિત્ત રાખીએ તો પાર જ ના આવે ને ! અને મારવાનો તો આપણે ત્યાં કાયદો જ નહીં. એક પણ જીવને મરાય જ નહીં. એ સંયોગ ક્યાંથી તમને ભેગો થયો ? આ અકર્મીઓ કેટલા બધા પાપ બાંધે છે, તેની એમને ખબર નથી ! અને માંકણ તો આપણે બનાવી શકતા નથી, એને કેમ કરીને મારી શકીએ ? તમને લાગે છે ન્યાય ? ના મરાય ને ? એક માંકણ બનાવી શકે ત્યારે ખબર પડે. મારી શકવાની શક્તિ ધરાવે છે, પણ એ એનામાં બનાવવાની શક્તિ હોય તો જ મારવું જોઈએ. પણ આ