________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ત્યાં જન્મેલો ને, તે મારતો'તો હઉ. ત્યાં અહિંસાને આટલું બધું એ મહત્વ નથી હોતું. એટલે ઘરમાંય શિખવાડે નહીં એવું. પછી આ તો પછી ખબર પડી કે આ તો બધું ખોટું થયું.
માંકણ કંઈ ટિફિન લઈને નથી આવતા
બહુ વર્ષો પહેલાંની વાત છે. હું પચ્ચીસ-છવ્વીસ વર્ષનો હતો ત્યારે એક ફેરો ઘ૨માં માંદગી હતી મધરની, તેને લઈને માંકણ પડી ગયેલા. તે વધારે પડી ગયેલા. તે બધા ઘરમાં કંટાળ્યા કરે. જ્યારે માણસ નરમ થઈ જાય ને બહુ છૈડપણમાં, તબિયત નરમ થઈ જાય એટલે માંકણ પડી ઊઠે. તે બાની નીચે રાખવાની બે રજાઈ હતી નરમ, તે એમાં માંકણ પડેલા. એટલે પછી મનેય કૈડે ને ! મારુંય નસીબ તો હોય ને !
૧૨૬
છે
તે અમારા મધર મારાથી છત્રીસ વર્ષ મોટા. તે મધરને મેં પૂછયું, કોઈ દહાડો કોઈ વરસમાં માંકણ થતા નહોતા. આ સાલ માંકણ થયા બહુ, તે રાત્રે કૈડતા નથી ? અડચણ નથી થતી ?' ત્યારે કહે, ‘ભઈ, કૈડે ખરા પણ એનો મને વાંધો નથી.’ મેં કહ્યું, ‘કેમ, આ તો આખી રાત કૈડે !’ તો કહે, ‘એનામાં ગુણ બહુ સારો છે, એ માંકણમાં.’ તો મેં કહ્યું, ‘શો ?’ તો કહે, ‘ભઈ, એ કંઈ પોટલા લઈને આવે છે ? એ જમીને જતા રહે છે. એ કંઈ પોટલા લઈને આવતા નથી.’
માંકણ તો ભિક્ષુઓ છે. તેઓ ક્યાં ઝોળી લઈને આવ્યા છે ? ધરાઈ રહેશે એટલે તે ભિક્ષુઓ જતા રહેશે. એમને ઘરા-બરા બાંધવા નથી કે કાલ હારુ કંઈ લઈ જતા નથી. એ કંઈ ફજેટિયું લઈને ઓછું આવે છે, બીજાની જેમ કે ‘આપો કંઈ અમને મા-બાપ ?' માણસો ફજેટિયું લઈને જાય, એ ફક્રેટિયું લઈને નથી આવતા. એટલે મને વાંધો નથી, બા કહે છે.
તે મને આ શબ્દ ગમ્યો. મેં કહ્યું, ‘આ વાત તો ઉપકારી છે. આ શબ્દ મને કામનો લાગે છે.' કહે છે, એ પોટલું લઈને આવતા નથી. પોટલા બાંધીને લઈ જતા હોય, તો ઊભા રાખવા પડે કે ઊભા રહો, કેમ બાંધો છો ? એ તો જમીને જતા રહે છે. એટલે આપણા જેવા પરિગ્રહી