________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૨૫
જ સંસ્કાર બધા ! કારણ કે મારું કરેલું છે ખરું પણ આ હું દેખું તો આવડે ને ?
પ્રશ્નકર્તા : હાસ્તો.
દાદાશ્રી : એટલે મધરનો અનુભવ દીઠો બધો, તે આવડી ગયું. આ મધરના સંસ્કારો છે. આ ભવના સંસ્કારો છે, પણ માલ તો મારો જ છે ને ? સંસ્કારો એટલે તમારા થકી મારો માલ જાગ્રત થવો. મારો માલ જાગ્રત થવા માટે બીજા સંસ્કારની જરૂર પડે. કેટલાય અવતારથી હું કરતો આવેલો, તે આ અવતારમાં એ કોઠી ભરાઈને ફૂટી. અને પોતાનું જ કરેલું છે ને આ બધું ? એમણે એ શિખવાડ્યું તો મને આખી જિંદગી રહેલું. તે આપણા સંસ્કાર છે ને આ તો ! નહીં તો મા કાંઈ એમ કહે ખરી કે તું માર ખાઈને આવજે ? તે આપણા સંસ્કાર છે અને મુળ તો હું બધા સંજોગો મારા લઈને આવેલો. પણ નિયમ એવો છે કે બધા જે પોતાના સંજોગો હોય ને, એવું બધું વાતાવરણ મળે.
પ્રશ્નકર્તા ઃ આપ મૂળથી, પહેલેથી આ માલ લઈને જ આવેલા.
દાદાશ્રી : હા, લઈને આવેલો છું અને એવો સુંદર માલ છે. જો એનાથી લોકોનું કામ નીકળશે !
પહેલાં તો માંકણ પર બહુ ચીઢ પ્રશ્નકર્તા : આવા અહિંસાના બીજા પાઠો મા પાસેથી શીખ્યા હોય તેવા પ્રસંગો કહોને, દાદા.
દાદાશ્રી : અમારે નાનપણમાં બધા ઉપરથી ચીઢ ઊતરી ગયેલી, પણ માંકણ ઉપર ચીઢ રહી ગયેલી. ઝવેરબા અને હીરાબાને ઊંઘ આવે. એમને ચીઢ નહીં, પણ મને ચીઢ. તે માંકણની ચીઢથી આખી રાત જાગેલા લોકોનેય અમે જોયેલા. અરે ! કોઈકની શું વાત કરવાની ? આ અમારો જ એવો સેન્સિટિવ સ્વભાવ હતો કે એક માંકણને પથારીમાં સળવળતો જોઈને અમેય આખી રાત જાગતા કાઢેલી.
પહેલાં પહેલાં જમવા નહોતો દેતો, કાઢી મેલું. અને પાછો વૈષ્ણવને