________________
૧૨૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
હેતુ વગર નહીં, પણ જો નામ લીધું ત્યાં તોફાન
પ્રશ્નકર્તા: દાદા, તમને હુલ્લડમાં ને એમાં તેમનું મન થાય જવાનું, નાના હતા ત્યારે ?
દાદાશ્રી : થાય તો ખરું, પણ તે આવું તોફાન નહીં. જેને આપણું કંઈ પણ નુકસાન નથી કર્યું એના માટે નુકસાન કરવું એવું અમારું તોફાન ના હોય. અમારું તો, જો અમારું નામ લીધું હોય ત્યાં તોફાન.
અને આ બધા લોકો તો હુલ્લડમાં કશું એણે બિચારાએ નામ ના લીધું હોય તોય એનું ઘર બાળી મેલે ને દુકાન બાળી મેલે, એ કઈ જાતનું છે ?
પ્રશ્નકર્તા: લેવા નહીં, દેવા નહીં. દાદાશ્રી : લેવાદેવા વગરનું. પ્રશ્નકર્તા: ખાલી શોખ માટે જ ને ?
દાદાશ્રી : ના, શોખેય નહીં બળ્યો. આ તો એક જાતનો પેલો ગાડરિયો પ્રવાહ. પેલાએ કર્યું, પેલાએ કર્યું, એટલે પેલાએ કર્યું. ભાન વગરનું, ગાડરિયું, એવું અમારું ના હોય. અમે હેતુ જોઈએ, ફાયદો જોઈએ, નુકસાન જોઈએ. અમારું નામ દીધું હોય તો પછી આવી બને એકાદનું. ત્યાં આપણને મહીં હાલી જાય, હિન્દુસ્તાન-પાકિસ્તાન થઈ જાય. “આવી જા.' કહે.
પૂર્વનાં સંસ્કાર, મધરનું જોઈને જાગ્રત થયા પ્રશ્નકર્તા : આપને જે જ્ઞાન થયું તેમાં માના સંસ્કાર સાથે સાથે આપના પણ પૂર્વના ઊંચા સંસ્કાર લઈને આવ્યા હશો ને ?
દાદાશ્રી : બહુ ઊંચા સંસ્કાર હોવા જોઈએ, એ હું માનું છું. કારણ કે મને નાનપણથી જ વૈરાગ વર્તતો'તો દરેક બાબતમાં. અને મધર એવા ઊંચી કોટિના મળ્યા'તા. મધર સારા મળી ગયેલા. બિલકુલે મધરના