________________
૧૨ ૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : સમજણ પાડે. તે પછી એમણે મને કહ્યું કે “ભઈ, આ શું કર્યું ? જો એને લોહી નીકળ્યું. તે શું કર્યું આ ?” “મારે નહીં ત્યારે શું કરે ?” મેં કહ્યું. ત્યારે કહે, “એને એની કાકીને ત્યાં રહેવાનું, એની મા નથી, તો એને કોણ પાટાપીંડી બધું કરે ? અને કેટલું રડતો હશે બિચારો ! એને કેટલું દુઃખ થતું હશે ! એને કોણ સેવશે હવે ? અને હું તો તારી મધર છું, સેવીશ. અને તું માર ખઈને આવજે, પણ કોઈનેય ઢેખાળો મારીને એને લોહી કાઢીને આવીશ નહીં. તું ઢેખાળો ખાઈને આવજે, તો હું તને મટાડી દઈશ. પણ એને કોણ મટાડશે, બિચારાને ?”
આવા મધર મહાવીર બતાવે પ્રશ્નકર્તા : અત્યારે તો ઊંધું છે બધું. અત્યારે તો ઊંધું કહે, જો માર ખાઈને આવ્યો છે તો ?
દાદાશ્રી : પહેલેથી ઊંધું, આજે નહીં. અત્યારે આ કાળને લઈને થયું નથી, એ પહેલેથી અવળું હતું. આવું જ છે આ જગત ! એટલે આપણા લોકો તો “બીજે દહાડે લાકડી લઈને જજે,” એવું કહે. દુઃખી કરવાના બધા નિશાન ! આ માજી તો મને સારું શિખવાડતા'તા, બધું સારું શિખવાડે. મને બહુ ગમેલું. બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ? મારા માજી હતાય એવા ! એ વાત થયેલી નાનપણમાં, પછી મોટી ઉંમરમાં જરા સમજ આવી ત્યારે (વધારે) સમજી ગયો. બાકી આવું શિખવાડે તો ગમે નહીં ને પહેલાં તો ? મને ગમ્યું. મેં કહ્યું, ‘બા કહે છે એ વાત સાચી છે. એની મધર નથી બિચારાની.” એટલે ડાહ્યો થઈ ગયો'તો, તરત. તે ત્યારથી મારવાનું બંધ થઈ ગયું.
ક્ષત્રિયો એ ડાહીમાતા ગાંડા દીકરા આમાં સંસારી કહેવત છે કે ક્ષત્રિયો “ડાહીમાના ગાંડા દીકરા.” ક્ષત્રિયો ખરી રીતે ડાહ્યા ગણાય નહીં, સંસારમાં ડાહ્યા ના ગણાય.
પ્રશ્નકર્તા દાદા, આવું કહેનારા જ તીર્થંકર થઈ ગયા. દાદાશ્રી થઈ જ જાય ને પણ ! એમનામાં ગાંઠો નહીં ને બીજી. ગાંઠો