________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૨૧
દાદાશ્રી : હા, મારેલા. તોફાનેય કરેલા. તોફાન નહીં કરેલા એવું નહીં. મારેલા... સારી રીતે મારેલા. પણ પછી બાએ ના પાડી, ‘હવે ના મારીશ કોઈને.' બાએ ના કહેલું એટલે પછી નહીં કરેલું. મૂળ તો ગાંડી જાત ! જરા ઉશ્કેરનાર જોઈએ કે “સાહેબ, આ બધા ચઢી બેઠા છે, આવી જાવ.” શું કહે છે ? પછી ટૅટું હોય ત્યાં. એ ક્ષત્રિયો ટૅટું હોય. બહુ જોર મહીં, બ્લડ બહુ જબરજસ્ત હોય. ઘડીમાં ઝઘડી પડે તો હલ્દીઘાટ જામીએય જાય. ઝઘડી પડે તો આ બાજુ પેલા લાકડીઓ લઈને ઊતરે. મૂઆ, શું કરવા ઢીસૂમ ઢસા-ઢીસુમ ઢીસા ? એટલે મહીં એમને બાવડામાંય શક્તિ આવે, જ્યારે આ તો મૂઆ કોઈ દહાડો સોટી મારી ના હોય ! શાની શક્તિ, કોઈ દહાડો સોટી મારતા તો આવડતી ના હોય ! પેલી ડાંગ મારે, ધડાક લઈને. મને તો એક જણ અહીં ડાંગ મારી ગયો હતો. તે પણ હું નીચે બેસી ગયો, વાગ્યું હતું બહુ, પણ અંદર કશું અસર નહોતી થઈ. આ ભાઈબંધો ને ભાઈબંધોના ઝઘડામાં.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ઝઘડાઓ. હા, એ તો મૂઆ એક મતભેદ પડ્યો કે આવી બન્યું. છોકરાંના પણ બાવડા મજબૂત. કોઈકના આ બાવડા આટલા મજબૂત ના દેખાય, અમુક પાતળા દેખાય.
પ્રશ્નકર્તા : પણ તાકાત વધારે.
દાદાશ્રી : અરે, તાકાત તે કેવી તાકાત ! લોખંડી તાકાત ! અને અજાયબી એ કે એ લોકોના બાવડા મજબૂત ના દેખાય, પણ આમ લોખંડી તાકાત. એ હાડકાં એવા મજબૂત અને મન મજબૂત.
માર ખાઈને આવજે, મારીશ નહીં? નાનપણમાં એક ફેરો એક જણને ઢેખાળો મારીને આવ્યો’તો, નાનો અમથો. તે પેલાને લોહી નીકળ્યું'તું. પછી હું ઘરમાં આવીને પેસી ગયો છાનોમાનો. લોક મારવા ના આવે ને ! ઝવેરબાને ખબર પડી.
પ્રશ્નકર્તા : તમે કોઈને મારીને આવો, તો બા તમને મારે ખરા?