________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૨૩
નહીં ત્યારે આવું બોલે ને ! અને ગાંઠોવાળો તો એને વેલ્ડિંગ કરી, બર્લિંગ કરી અને પછી બોલે. આ તો બર્ફિંગ કરેલું હોય તેને ઉખાડી-કરીને બોલે.
અને વણિકપુત્રો ગાંડી માના ડાહ્યા દીકરા, બહુ ડાહ્યા. એનું ડહાપણ હોય. મા ગાંડી હોય. આ તો લોકોએ કહ્યું. હું નહીં કહેતો આ, કહેવત કહે છે આ. હું શા સારુ કહું? આમાં શું કરવા પડું ? મારે શું લેવાદેવા ? આ તો કહેવત સાંભળેલી છે તે હું કહું છું તમને. તે કોઈ ખોટું ના લગાડશો.
અમને ગાંડા કહ્યા તે વાત મને પસંદ પડેલી કે હા, વાત સાચી છે. કારણ મેં મારા માજી જોયેલા, તે ક્ષત્રિયાણી જેવા ! એમ કોઈ દહાડો ભૂલવાળા ના લાગે, કશી ડખલ નહીં અને અમે તો ગાંડા જ મૂળથી !
સરળતાને લીધે બાએ ના પાડતા જ બંધ પ્રશ્નકર્તા દાદા, તમને બાએ આમ મારવાની ના પાડી અને બંધ થઈ ગયું એ કેવું ?
દાદાશ્રી : હા, અમારી સરળતા તો કહેવી પડે ! ત્યારે નાનું છોકરું, વાળો તો વળી જાય. નિષ્કપટતા ! પણ બાએ કરુણા બતાવી કે..
પ્રશ્નકર્તા : જ્ઞાન ફિટ કરાવ્યું.
દાદાશ્રી : હા. તે કહ્યું, “હું તો તારી બા છું કે હું તને સેવીશ પણ મા વગરના છોકરાને મારી આવ્યો, એનું કોણ કરશે હવે બિચારાને?
એ પછી હું સમજી ગયો કે આ ખોટું કહેવાય. પછી બંધ કર્યું. મેં કહ્યું, “આ તો મારી ભૂલ થાય છે.” અરેરાટી હોય કે અરેરે ! આને થશે હવે ? અરેરાટી બહુ હોય અમને. એને વાગ્યા પછી મનમાં બહુ જ પસ્તાવો થાય. આ બધું આવું કેમ થયું ? બિચારાને લોહી નીકળ્યું ! તે વખતે મહીં ગભરામણ થાય આમ છાતીએ. બધા ક્ષમ્ય દોષો, પણ આવું ના હોય. અક્ષમ્ય દોષ તો અમે જોયો જ નથી. આમના જેવા નિર્દય નહીં, એવી નિર્દયતા નહીં. આ તો ખૂન કરેલા હોય એની ઉપર બેસીને રોટલો ને કઢી ખાય ! એવા આ લોકો નિર્દય કહેવાય. આવું છે તે સળી કરી આવે, હુલ્લડ ચાલતું હોય તે છાંટી આવે પેટ્રોલ, એવા આ બધા.