________________
૫૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા ઃ તમારે નોકર-બોકર નહોતા ?
દાદાશ્રી : ના બા. અન્ડરહેન્ડ રાખું તો મારે બૉસ આવે. મારે ના પોસાય આ જગત.
એટલે ત્યારથી જ મેં તો ગાંઠ વાળી, મેં નક્કી કર્યું કે આપણે સૂબા થવું નથી. આ વર્લ્ડમાં કોઈ ટૈડકાવે એ પદ મારે જોઈએ નહીં. બોલો, આટલી બધી ખુમારી ! શું થાય તે ? અંતર શ્રદ્ધા એવી હોય ને ! એટલે પછી મેં વિચાર કર્યો કે જો હું મેટ્રિક પાસ થાઉ તો આ લોકો સૂબો બનાવવાના છે ને ?
મેંય નક્કી કર્યું કે આ લોકો મેટ્રિકમાં પાસ કરાવવા ફરે, પણ આપણે પાસ થઈએ તો મોકલશે ને ! આપણે પાસ જ થવું નથી, આવી જાવ. મેં કહ્યું, ‘ભાઈ એમના ઘાટમાં છે, બાપા એમના ઘાટમાં છે, હું મારા ઘાટમાં છું.” હું સમજી ગયો કે નાપાસ નહીં થઉ તો આ લોકો મને ઈગ્લેન્ડ મોકલશે. મેં નક્કી કર્યું કે હવે મેટ્રિકમાં પાસ જ નથી થવું ને ! પછી ક્યાં મોકલવાના છે ? મેટ્રિક પાસ થઉ તો મને મોકલશે ને ? ફેલ થઈએ એટલે મોકલે જ નહીં ને, માથે પડે એટલે !
એટલે મેં નક્કી કર્યું કે આ નક્કી કરે છે આમનું, ત્યારે આપણે નક્કી કરવું આમનું. આપણે નાપાસ જ થવું છે. હવે તે દહાડે મારી ઉંમર પંદર વર્ષની. એટલે મેં એ લોકોને ના કહ્યું, પણ પછી મેં ભણવાનું ઢીલું મૂકી દીધું. ત્યાર પછી મેં ચિત્તને બીજામાં ધકેલી દીધું. એટલે મેં નક્કી કર્યું કે નાપાસ જ થવું મેટ્રિકમાં. એટલે વહેતું જ મૂકેલું આ.
ધમકી આપી લીધું ફોર્મ પ્રશ્નકર્તા : પછી મેટ્રિકની પરીક્ષા આપેલી તમે ?
દાદાશ્રી : એટલે અઢાર વર્ષે મેટ્રિકની પરીક્ષા આપવા ગયો તો ખરો ! એટલે કોલેજમાં નહીં ગયેલા. પણ જે આનું પેલું એ હોય છેને, એ કાઢી આપે છે ભાદરણમાંથી. ઠેઠ ત્યાં આગળ યુનિવર્સિટીની પરીક્ષા આપવાનું, શું કહે છે એને ?