________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
દાદાશ્રી : એ ઠેર-ઠેર ખૂણા ઉપર હોય જ, દરેક કૉર્નર પર ઈરાનીની દુકાન હોય.
તાજમહેલ હૉટલ કરતા ઈરાનીતી ચા લાગી સારી
પ્રશ્નકર્તા: તાજમહેલ હૉટલની ચા પણ વખણાતી, તમે એ પીધેલી, દાદા ?
દાદાશ્રી : એ તો એક દહાડો ગયા'તા તાજમહેલમાં. તાજમહેલમાં આપણને પોસાય નહીં ને ! મેં કહ્યું, “ચાલો, તાજમહેલની ચા પીએ.”
પ્રશ્નકર્તા: કઈ સાલમાં ?
દાદાશ્રી : ૧૯૩૩ની સાલમાં. આ પચાસ વર્ષ થયા એને. મેં કહ્યું, “હંડો, લોકો ‘તાજમહેલ, તાજમહેલ' કહે છે ત્યારે આપણે ચા તો બળ્યું પીએ, હલ થશે.” તે પૈસા-બૈસા લઈને ગયેલા. તે બાર આના ચાના લીધા અને તે ચા આમ તે દહાડે આપણે જોઈ લીધી, ભઈ. આ તાજમહેલનો આવો ઠાઠ છે. આ ફક્ત આ જગ્યાના અને મોટાઈના પૈસા લે છે. બહાર જે ચા એક આનામાં મળતી હોય તે ત્યાં બાર આના લે છે. આ તો એટિકેટવાળાનું કામ ! અમને તો એટિકેટ આવડે નહીં એવી બધી.
પ્રશ્નકર્તા : પણ એ વખતે પણ બાર આના લીધા ?
દાદાશ્રી : બાર આના લીધા'તા. અમે છ જણ ગયા'તા, તે સાડા ચાર રૂપિયા લઈ લીધા. મેં કહ્યું, “આપણને આ પોસાય નહીં, એના કરતા ઈરાનીવાળો સારો આપણે.”
પ્રશ્નકર્તા: ઈરાનીની ચા બે આનામાં મળે.
દાદાશ્રી : ના, ના, બે આના નહીં, એક આનો. શરૂમાં એક આનો હતો, પણ એક આનામાં સરસ...
પ્રશ્નકર્તા : ચા એકલી જ પીતા'તા કે નાસ્તો કરતા ? દાદાશ્રી તે દહાડે બિસ્કિટો એવું નહોતું. એટલે ભજિયાં હશે પણ