________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર-બિરસ્કાર બધા જતા રહ્યા. એટલે હું તો ખુશ થયો કે સારું થયું આ ડાઉન થઈ ગયા. હવે ડાઉન છે, આને ચઢાવતા વાર નહીં લાગે. પણ તિરસ્કાર ને એ બધું ગાંડપણ જતું રહ્યું હડહડાટ. નોબલ થયા, નોબિલિટી આવી. બહુ લાભ થયો છે. અંગ્રેજો અને આ બધું ભેગું થયું ને, બહુ સારું. અને ગાંધીજીએ પછી સીલ મારી આપ્યું, તે હરિજન જોડે થતું એ તિરસ્કારપણું ઊડી ગયું. નહીં તો બ્રાહ્મણને ત્યાં જમવા બેઠા હોય ને, તો કહે, “જો ભઈ, અડીશ નહીં, હ.” ઉપરથી, આટલે ઊંચેથી નાખે.
પ્રશ્નકર્તા : દાદા, એ સ્કૂલોમાંય એવું હતું. પાણી પીવાનું હોય તો બ્રાહ્મણના પ્યાલા, પટેલના પ્યાલા. પેલી પાણીની પરબ હોય ને, ત્યાં પેપર લખેલું હોય પ્યાલા ઉપર કે બ્રાહ્મણના પ્યાલા, વાણિયાના પ્યાલા, પટેલના પ્યાલા.
દાદાશ્રી : હા, ત્યાં એવું. એટલે મને તો શરમ આવે, બળ્યું આવું જમવાનું ! હું ના કહું કે મારે જમવા નથી જવું, બા. તે ઉપરથી નાખે મૂઓ. શરમ ના આવી તને ? તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર. તેથી દુ:ખી છે આપણું હિન્દુસ્તાન. તિરસ્કારથી દુઃખી છે. આ હરિજનો ને બધી નીચલી વર્ણ છે ને, બધા પર ભયંકર તિરસ્કાર કર્યા છે. સ્ત્રીઓને “ગંગાસ્વરૂપ” કહેતા જાય અને “આ રાંડેલી મળી ને મને અપશુકન થયા” આવું બોલે મૂઆ પાછા ! ત્યારે મૂઆ “ગંગાસ્વરૂપ” લખું છું શું કરવા ? લખવામાં બહુ શૂરા. કો'ક તો જાણે ગંગાજી અહીં આવ્યા !
પ્રશ્નકર્તા : લગ્નમાંયે ન જાય. એ તો ઘણાં બધા કુરિવાજો હતા. દાદાશ્રી : બધા જ રિવાજો, કચરો બધો.
નાનપણમાં ગાંધીજીને સાંભળવા ગયેલા પ્રશ્નકર્તા: આપ નાના હતા ત્યારે ગાંધીજીનો બહુ પ્રભાવ હતો, તો આપને એમનો કોઈ અનુભવ ખરો ?
દાદાશ્રી : ૧૯૨૧માં હું તેર-ચૌદ વર્ષનો હતો ત્યારે ગાંધીજી સભામાં