________________
૧૦૫
[૪] અણસમજણની ભૂલો બીજાના ખેતરોમાંથી ચોરીતે ખાતા, પણ પછી કર્યા પસ્તાવા
પ્રશ્નકર્તા : એવી કંઈક ભૂલો કરી હતી, જેના ખૂબ પસ્તાવા થયા હોય ?
દાદાશ્રી : હું અગિયાર વર્ષનો હતો ને, ત્યારે એક જણ, એના ઘેર કેરીઓ હતી. તે એનો બાપ ના જાણે એ રીતે બીજે માળેથી નાખતો'તો અને હું ઝીલતો હતો. તે બધું અત્યારેય દેખાય અમને. પેલો શું કહે કે આપણે કેરીઓ લઈ અને પછી બગીચામાં જઈને ખઈશું. તે તમે ઝીલજો ને હું નાખીશ. એના ઘેર હું બહાર ઊભો હતો ત્યારે પેલાએ નાખ્યું. એવું રોજ કરતો'તો, મા-બાપ ના હોય ત્યારે. આવું બધું અમને દેખાય.
પછી છે તે નાનપણમાં બધા છોકરાં કેરીઓ ખાવા જાય, તે જોડે જોડે અમેય આંબે કેરી ખાવા જતા. તે એક છોકરા પર બીજો ઊભો રહે ને કેરી તોડે. કોઈક વખત તો જરાને માટે હાથ ના પહોંચે તો પેલા પાછા ડરે કૂદકો મારતા. તે પછી પાછળથી એને જરા હિંમત આપીએ “માર કૂદકો, કેરી જોઈતી હોય તો કૂદકો માર, નહીં તો ઊતરી જા.” હિંમત આપીએ, તે પછી કૂદકો મારીને કેરી તોડે ખરો!
હવે આંબો કોકનો ને કેરી આપણે લઈએ, તે ચોરી ના કહેવાય ? આંબો કો'કનો ને કેરી ખાધેલી, તે ચોરી જ કહેવાય ને ! છતાં એ કેરી ત્યાં ખેતરમાં ખાઉ પણ ઘેર કોઈ દહાડોય નહોતો લઈ જતો. હું ખી ખરો પણ ઘેર ના લઈ જઉં. ચારિત્ર સારું એટલું જાણું. મારી ભૂમિકામાં ચારિત્ર ઊંચું હતું, છતાં ચોરીઓ કરેલી.
પ્રશ્નકર્તા : કેરી સિવાય બીજું શું ચોરીને ખાતા ?
દાદાશ્રી : નાનપણમાં અમે ચોરી કરવા ખેતરામાં જતા હતા. ખેતરમાં બોરા, કોઠાં, વરિયાળી થાય ને, તે છોકરાંઓ જોડે જઈને ચોરી લાવતા.
છોકરાં જતા હોય તેને ભેગે ભેગે જઈને ધણીને કહ્યા-કર્યા વગર કાચી-પાકી વરિયાળી પાડીને ખાતા’તા.