________________
[૫] મધર [૫.૧]
સંસ્કારી માતા બહુ પુણ્યશાળી ને રૂપાળા ઝવેરબા પ્રશ્નકર્તા આપના મધર ઝવેરબા વિશે કંઈ વાત કરો ને !
દાદાશ્રી : બા તો બહુ રૂપાળા, ઝવેરબા તો ! મણિભાઈ રૂપાળા, આખું કુટુંબ રૂપાળું. મૂળજીકાકા (ફાધર) રૂપાળા, બા રૂપાળા, બધાય રૂપાળા.
પ્રશ્નકર્તા : ઝવેરબાને તો દાંત પણ સારા હતા.
દાદાશ્રી : સારા હતા. એ તો પુણ્યશાળી હતા, બહુ પુણ્યશાળી અને ચામડીય હીરાબા જેવી રહેતી'તી. કેવી સુંવાળી ચામડી ! નહીં તો આવી ચામડી કંઈથી લાવે ? ચામડીને સોનું દીપવે છેય કેવું ! જુઓને, સરસ દાંત કર્યા છે ને! ને મારે સોનું હોય તો દીપે નહીં, ચામડી શામળી ને એ ઝવેરબાની તો આરસપહાણ જેવી ચામડી !
કાયમ સદાવ્રત થતા તે ઘેર જન્મ ઝવેરબાતો
પ્રશ્નકર્તા: ઝવેરબામાં જોયું કે ગુણો એવા ઉત્તમ, બીજામાં શોધવા મુશ્કેલ લાગે !