________________
૧૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : એ તો દેવી જ કહેવાય ને ! એમના જ સંસ્કાર પ્રેરે ને મને. એવા ના હોય માણસ, ઓછા હોય.
પ્રશ્નકર્તા : બહુ ઓછું, રેર (ભાગ્યે જ).
દાદાશ્રી : એમના ફાધર ને મધર એ તો ઓર જાતના, દુનિયામાં જોવા જેવા માણસો, રાજેશ્રી ઘર હતું. એટલે ઊંચો માલ બધો, ચોખ્ખો માલ.
એ રાવજીભાઈના ઘરની થાંભલીને ધન્ય છે ! એ ઘરમાં સદાવ્રત કાયમ ચાલુ જ રહેતા હતા. બા જે ઘેર રહેલા ને, ત્યાં એમના બાપાને ઘેર કાયમ સદાવ્રત હતું. હવે આવા સદાવ્રત હોય, ત્યાં આગળ મોટામોટા માણસનો જન્મ થાય હંમેશાં.
પ્રશ્નકર્તા ઃ હા, ત્યાં દાદાનો જન્મ થયો.
દાદાશ્રી : સદાવ્રત એટલે કોઈ ભૂખ્યું ના જાય પાછું. કોઈ સાધુ-સંન્યાસી આવ્યો હોય તેને ઉતારો આપે, જમાડે, તેનું ધ્યાન રાખે.
પ્રશ્નકર્તા: પહેલાં અસલ ઘણાં લોકો એવું કરતા, કાયમ સદાવ્રત
રાખતા.
દાદાશ્રી : હા, તેથી બા જેવાનો ત્યાં અવતાર થાય ને, નહીં તો ના થાય ને ? પ્રશ્નકર્તા: એ પુણ્યનો લાભ મળે ને !
બાનું મોટું જોતા જ દુખિયો તે સુખિયો થાય દાદાશ્રી : મેં અમારા બા, ઝવેરબા જેવી કોઈ નારી જ જોઈ નથી. મારી માનું મોટું જોતા દુખિયો હોય, તે સુખિયો થઈ જાય એવા અમારા બા હતા. એમના ગુણોનું શું વર્ણન કરું ?
અમારા ગામની સાત હજાર માણસની વસ્તી પણ મેં આવા મધર જેવા જોયા નહોતા. તે પાછું નિષ્પક્ષપાતી રીતે વિચાર કરી જોયેલો કે