________________
૧૧૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એવી સંસ્કારી સ્ત્રી મારા જોવામાં નથી આવી. બા ઉત્તર ધ્રુવના હોય તો પાછા મારા ભાભી આવ્યા તે દક્ષિણ ધ્રુવ. બેઉ ભેગા થઈ ગયા.
પ્રશ્નકર્તા : હા...
દાદાશ્રી : બન્ને ધ્રુવ ભેગા થઈ ગયા. એટલે મેં તો આયે જોયું ને આયે જોયું. મને તો બેઉનો અનુભવ થઈ ગયો.
પ્રશ્નકર્તા: પણ બા કશું બોલે નહીં ? દાદાશ્રી : ના, કશું નહીં. એ તો બધું એમણે સહન કરેલું. પ્રશ્નકર્તા : બહુ સહનશીલતા, આવી તો મેં હજી કોઈનામાં જોઈ
નથી.
દાદાશ્રી : હોય નહીં, અમારા આખા ગામમાં નહોતી. એમના આવા બધા સંસ્કારથી દિવાળીબા (દાદાના ભાભી) અવળા ફરી ગયા, એનો દુરુપયોગ થયો.
પ્રશ્નકર્તા : એમણે એવું જોયું કે આ ઢીલાશ છે અહીંયા. દાદાશ્રી : હા, ઢીલાશ એટલે દુરુપયોગ થયો. પ્રશ્નકર્તા : એમના બીજા ગુણો જોયા નહીં ?
દાદાશ્રી : એ ગુણો જોયા નહીં ને એમની નબળાઈ જોઈ. એટલે લોકો કહે કે “સાસુ વહુને કશું કહેતા નથી. ચઢી વાગી છે વહુ !” ત્યારે બા કહે, “હું વહુને શું કહું ?” કો'ક બહારનો કહે ને તો મને પાણી ચઢે ! એ કહેતા નહીં એટલે મને મનમાં એમ થાય કે હું કહી દઉં એમને. એટલે પછી મારે ઝઘડો થાય.
એટલે બા મનેય ના પાડે ને, કે ભાભીને નહીં કહેવાનું. પણ એ ચારિત્રબળ તો હશે જ. ચારિત્રબળ બહુ સારું, ઉત્તમ ! અમારા બાનું ચારિત્ર કેટલું ઊંચું !
પ્રશ્નકર્તા : તે બા તો બા જ હતા, ઝવેરબા !