________________
[૫.૧] સંસ્કારી માતા
૧૧૭
પ્રશ્નકર્તા : પ્રેમ અને સહિષ્ણુતાની મૂર્તિ !
દાદાશ્રી : કોઈ દહીં લેવા આવ્યો તો દહીં આટલું કાઢી આપે ને ઉપરથી તરવાળું. આપણું ખોટું દેખાય એટલે ફ્રી આપવાનું ને તરવાળું પાછું. ત્યારે પુણ્યશાળી માણસને ! નહીં ?
બાતી ધીરજે બાપુજીને બચાવ્યા પ્રશ્નકર્તા તે પાછા એ ધીરજવાળા પણ ખરા !
દાદાશ્રી : હા. એ તો એક ફેરા એવું બનેલું કે મારા બાપા રાત્રે બહાર સૂઈ ગયેલા. પાંચ-સાત ફૂટનો મોટો સાપ નીકળેલો. તે માથા ઉપર થઈને ચઢેલો હતો, ત્યારે મારી બાએ તે જોયો. આખો સાપ શરીર ઉપર થઈને પસાર થઈ ગયો. પછી બાએ મારા બાપાને ઊઠાડ્યા અને કહ્યું કે “તમે ઉઘાડા સૂઈ ગયા હતા. આખો સાપ તમારા શરીર ઉપર થઈને ચાલ્યો ગયો. હવે મેં ગરમ પાણી મૂક્યું છે તે નાહી નાખો.” આ સમતા-ધીરજ બાએ ના રાખી હોત તો બાપા ઝબકી ઊઠત. બાપા જાણે કે મને કરડશે. સાપ જાણે કે મને મારશે. આમાં સાપ એમને કરડત પણ મારી બાની કેવી ધીરજ !
બહુ સુંવાળા તે શેરડા પડે પ્રશ્નકર્તા: આપે કહ્યું કે બા બહુ સુંવાળા તે શું ?
દાદાશ્રી : આ અમારા બા તો બહુ સુંવાળા માણસ, તે તેમને બહુ શેરડા પડતા. આ કોઈ પોલીસવાળાએ કહ્યું હોય કે પેલા ભઈ અહીં રહે છે ?” તો તરત જ શેરડો પડે. સંવાળા માણસો હોય તેને તો શેરડો બહુ પડે. શેરડો એટલે તો ધ્રાસ્કો પડે ને તેથી બધા માટે લાગણી વધારે થાય.
સંસ્કાર ઊંચા, તે વહુના વહુ થઈને રહ્યા પ્રશ્નકર્તા : દાદા, સાસુ તરીકે કેવા હતા બા ? દાદાશ્રી : બાના સંસ્કાર બહુ હાઈ (ઊંચા), હાઈ લેવલ સંસ્કાર.