________________
૧૧૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : એડજસ્ટમેન્ટ, ‘હાઉ ટૂ એડજસ્ટ.” તે બધી સારી હશે? એ બધા નીકળ્યા, તે બધા સારા હશે ? સારા-ખોટા બધાય બહાર નીકળે. બા આવ્યા, બા આવ્યા, બા આવ્યા ! તે આપણને જોવાનું મળે કે ના મળે ?
પ્રશ્નકર્તા: મળે.
દાદાશ્રી : આખી બેઉ બાજુ ઘરા. આવું ને આવું મેં જોયેલું બધું. એ છાપ પડેલી મને બધી. એમના સંસ્કાર એવા તે!
સમતા-ખાનદાની, તે પજવતારતેય પજવ્યા નહીં
અમારા મધર ગામમાં નીકળે તે છ-સાત હજારની વસ્તીનું ગામ, તે ગામના બધાય લોકો, બૈરાં-બેરાં બધાય ખુશ થઈ જાય આમને દેખીને. એવું સુંદર ઘર, તે ગાળો ભાંડે તોય બા હસે. બહુ સમતાવાળા. બાએ કોઈ દહાડોય કોઈને પજવ્યા હોય એવું મેં જોયું નથી. લોકોએ બાને પજવ્યા હશે પણ બાએ એમનેય પજવ્યા નથી.
પ્રશ્નકર્તા અમને તો થોડો પરિચય ખરો, પણ જોયું કે એવી વ્યક્તિ હજુ સુધી મેં જોઈ નથી !
દાદાશ્રી : એવી વ્યક્તિ જોઈ નથી. જોવા મળે નહીં ને, આવી સમતા ! આ ખાનદાની ! જબરજસ્ત ખાનદાની !
લોકોને પ્રેમથી જમાડવામાં જ પોતે ધરાઈ જાય
અમારા મધર હતા, એ જમાડતી વખતે ભૂખ્યા રહેતા કાયમ. તે મેં કહ્યું, “કેમ ખાધું નહીં ?” ત્યારે કહે, “હું જમાડતી વખતે જ ધરાઈ ગઈ, જમાડીને !' તે એ ધરાઈ જાય એવું થાય ? પણ એવું થતું. જો તું ભૂખ્યો હોઉં ને પછી જમાડવા માંડું તો ધરાઈ જાઉ પોતે, એવું બને ખરું ? કોઈએ સાંભળેલી એ વાત જમાડનાર ધરાઈ જાય ? મને એવો અનુભવ થતો.
પ્રશ્નકર્તા : થાય, દાદા. જે જમાડે એને થાય જ, દાદા.
દાદાશ્રી : એ સારું. એમને તો હપૂચી, બિલકુલ ભૂખ ના લાગે ! જમાડવામાં બહુ શૂરા ! એવો પ્રેમ મેં જોયેલો.