________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એટલે અમારાથી વિકારી સંબંધ નહોતા થયા. વિકારી સંબંધ સિવાય
બીજું બધું થયેલું. વિકારી સંબંધમાં આ અમારાથી ના થાય, અમને એ મિથ્યાભિમાન હતું. કુળના અભિમાનથી ઘણું સચવાયેલું કે અમારાથી આ ના થાય.
૧૧૨
એટલે એક ચારિત્ર સિવાય બધી જ ખરાબી થયેલી પણ ચારિત્ર નહીં ખરાબ થયેલું. ચારિત્ર સુમેળ રહેલું. ચારિત્ર ભ્રષ્ટ નહીં થયેલું.
પ્રશ્નકર્તા : ચારિત્ર ભ્રષ્ટ એટલે માનસિક વિકાર થયેલો કોઈવાર ?
દાદાશ્રી : વખતે માનસિક થયેલો, તેનો પણ ઉપાય કરી નાખેલો પછી. જેમ કપડું ડાઘવાળું થયું તે સાબુથી ધોઈ નખાય, એવું મારી પાસે ઉપાયો હતા. સાબુથી ધોઈ નાખે કે ના ધોઈ નાખે, જેની પાસે હોય તે ?
પ્રશ્નકર્તા : બરાબર છે. એ ઉપાય શું કરો આપ ?
દાદાશ્રી : એ ઉપાય તો અત્યારે કહેવા જેવો નહીં. એ ઉપાય તો બધો આધ્યાત્મિક ઉપાય છે, એ સ્થૂળ ઉપાય નથી. એ ભૂલ જે થઈ હોય એ સ્થૂળ છે પણ ઉપાય આધ્યાત્મિક છે એનો. એટલે ચોખ્ખું હતું, એ બાબતની સાઈડ ચોખ્ખી હતી.