________________
[૪] અણસમજણની ભૂલો
દાદાશ્રી : એ તો કંઈ નહીં. એ તો આપણે વહેતું મૂકી દેવાનું. અમે કહી દીધેલું, જે એમનું હોય તે યોગ્ય અમારા તરફથી એને મળી જાઓ. અમે એવું નક્કી જ કરી નાખેલું કે જેનું જેનું હોય એ અમારા તરફથી યોગ્ય એમને પ્રાપ્ત થાઓ. એટલે કુદરતને સોંપી દીધેલું.
કોઈતું બાકી તા રહો, અનેકગણા અપાઈ જાવ !
અમે આપવા તૈયાર છીએ. કોઈનું બાકી ના રહો, કિંચિત્માત્ર બાકી ના રહો. અનેકગણા થઈને અપાઈ જાઓ. અમારે એવા પૈસા શું કરવા છે ?
પ્રશ્નકર્તા : ના, ના, તમે કંઈ કરવાના નથી.
દાદાશ્રી : અમે તો છેલ્લા પાંચ-સાત-દસ વર્ષથી નક્કી કરેલું કે જે આ કંઈ હોય આગળ-પાછળ બધું, તે કુટુંબમાં કોઈ દુઃખી હોય તેની પાસે જાવ અગર સગાંવહાલાં કોઈ દુ:ખી હોય તેની પાસે જાવ અગર તો મહાત્મામાં કોઈ દુ:ખી હોય ત્યાં, અગર પાછલા કંઈ ઋણાનુબંધ હોય ત્યાં જાવ પણ આ લક્ષ્મી કંઈક, સારી જગ્યાએ વપરાઈ જાવ. એટલે આપણે તો એમ છૂટી ગયા.
૧૧૧
એ તો ચૂકતે થઈ જવાનું બધું. જેને ચૂકવવું છે એને વાર નહીં લાગે. જેની દાનત છે કે આટલું ચૂકવીએ ને આટલું રહેવા દઈએ તેને વાંધો છે. એની દાનત શું છે એટલું જ જોવાનું. દાનતમાં રાજા થવામાં શું વાંધો છે ? પણ રાજા ના થાય, મૂઓ. જરાક બાકી રાખે. મન ખુલ્લું કરે નહીં કોઈ દહાડો.
પણ આમાં રહી પવિત્રતા ચારિત્રની
અમને તો બધાય રંગ લાગેલા, અમુક રંગ નથી લાગ્યા. જે રંગ, કવિએ કહ્યું કે જેના પવિત્ર અંગો છે બધા. તે પવિત્ર અંગો છે, શું બોલ્યા'તા તમે ?
પ્રશ્નકર્તા : સર્વાંગે પવિત્રતા વેદી હૈ, અદ્વિતીય મહાનતા ઐસી હૈ.
દાદાશ્રી : એટલે આ બધા અંગોએ પવિત્રતા વેરાઈ છે, તે મારો
પુરુષાર્થ નથી. આ લઈને આવેલો એવો સામાન બધો, એવિડન્સ બધા.