________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મળે તો પાંચસો ગણા પાછા આપું, પણ એ ખટકે હજુય
પ્રશ્નકર્તા : પછી પૈસા પાછા આપવા ગયેલા ને તમે ?
૧૧૦
દાદાશ્રી : હા, પછી એના માલિકને એક ફેરો પૂછવા ગયો, તો કોઈ જડ્યું નહીં. દસ વરસ પર ગયો’તો ત્યાં આગળ. મેં કહ્યું, આ ઘરમાં ફલાણા ભઈ રહેતા'તા તે ? ત્યારે કહે, તે તો નથી, એ તો મરી ગયા. એ પછી ઠેકાણું પડ્યું નહીં. નહીં તો મારો વિચાર હતો એને દસ ગણા પૈસા આપીશ કે વીસ ગણા પૈસા આપીશ. એ કહે કે સો ગણા આપો તો સો ગણા, પાંચસો ગણા કહે તો પાંચસો ગણા આપું. ચૌદ પચા સિત્તેર, સાત હજાર રૂપિયા આપું એને. પણ હતો જ નહીં. તપાસ કરવા ગયો તો કોઈ બાપ કે દીકરો મળે જ નહીં !
મેં કહ્યું, હવે શું કરું ? બીજે ધર્માદા કરો. તે કંઈ એને લાગતુંવળગતું નથી. પણ આ તો બધું આવો વેશ કર્યો તેય ખૂંચ્યા કરે પછી. આ છે તે કેવું કર્મ પછી ખબર પડી, પણ એ હજુય ખટક્યા કરે છે.
પ્રશ્નકર્તા : જ્યારે યાદ આવે ત્યારે ?
દાદાશ્રી : કાયમ ખૂંચ્યા કરે. યાદ તો હોય જ ને અમને નિરંતર ! યાદ આવવાનું ન હોય. યાદ એટલે યાદ, તે મને દેખાયા કરે નિરંતર.
નાનપણમાં મેં એક પોણા બે રૂપિયાની ચીજ ચોરેલી, તે હજુય મને યાદ છે. ત્યાર પછી આખી જિંદગી ચોરી નથી કરી. પણ તે કોઈ કર્મના ઉદયથી હજુ મને ખ્યાલ રહ્યા કરે છે અને મનમાં થાય કે એને બસ્સે-પાંચસે મોકલાવા જોઈએ, એ માણસને.
અમારા તરફથી પ્રાપ્ત થાઓ એ સોંપ્યું કુદરતને
પ્રશ્નકર્તા : દાદા, તમે કહેવા ગયા તો પેલા ભાઈ મરી ગયેલા ?
દાદાશ્રી : શું થાય, એ તાલ ખાધો નહીં કંઈ !
પ્રશ્નકર્તા : તો હવે એ ન મળે તો એનું શું ફળ ? તો એનું પરિણામ શું એમ ?