________________
[૪] અણસમજણની ભૂલો
૧૦૯
ખરું ? જ્યાં જઉં ત્યાં માન, જ્યાં જઉ ત્યાં માન. અપમાન તો જોયેલું જ નહીં. તે આધારે આ શોભે નહીં.
પ્રશ્નકર્તા : સાચી વાત છે. આમાં સંસ્કારને ને આ વીંટી લીધી એને શું લાગે-વળગે ?
દાદાશ્રી : એ તો ખરાબ સંસ્કાર કહેવાય.
પ્રશ્નકર્તા : દાદાજી, આ તો ઉદયકર્મની વાતમાં પછી સંસ્કાર ક્યાં આવે તે? ઉદયકર્મમાં સંસ્કાર શું કરી શકે ?
દાદાશ્રી : પણ સંસ્કારના આધારે જ ઉદયકર્મને. એ જ સંસ્કારને ! સંસ્કાર પ્રગટ થાય. ઉદયકર્મ એટલે સંસ્કાર જે હતા તે પ્રગટ થયા.
પ્રશ્નકર્તા : એ પણ સંસ્કાર ક્યારના ?
દાદાશ્રી : ગયા અવતારના. પ્રશ્નકર્તા: હં, એમ. તો પછી એ ગયા અવતારનાને ?
દાદાશ્રી : તે આ બધોય જે મારો માલ હશે તે મને માન મળે છે બધેય. તે ગયા અવતારનું પ્રોજેક્શન છે.
પ્રશ્નકર્તા: આ ક્ષેત્ર મળ્યું એ સંસ્કારને લઈને જ ને? બરાબર? દાદાશ્રી : હા, મા-બાપ મળ્યા તેય.
પ્રશ્નકર્તા: હા, બધું એ તો એને લઈને જ, એ ભોગવટા માટે જ મળ્યું બધું. એટલે આપ સંસ્કાર એની સાથે સંબંધ કહો છો?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : હિં, એ બરાબર.
દાદાશ્રી : પણ આવા સંસ્કાર મહીં ! મહીં ખેંચ્યા કરે બળ્યું આવું પણ, આ વીંટી પણ દબાઈ દીધી. જુઓ તો ખરા ! એક વીંટી હારુ. કોઈ માણસ ના કરે આવું તો, આવી છે આ દુનિયા, શા ખોટા નહીં થયા હોય?