________________
[૪] અણસમજણની ભૂલો
૧૦૭
દાદાશ્રી તેર વર્ષનો હતો, તે વખતે અક્કલ ક્યાંથી આવી હોય ? ક્ષત્રિયપુત્ર હતો તોય ચોરીની દાનત ક્યાંથી થઈ ? પણ આ ભરેલો માલ. મોહ, ભરેલો મોહ. એટલે પછી મેં છે તે પગ મૂકી દીધો પેલી વીંટી ઉપર, પેલો જોઈ ના જાય તેમ. પછી પેલો માણસ બાંધીને ગયો ઘેર અને મેં છે તે વીંટી પછી ધીમે રહીને ગજવામાં મૂકી દીધી.
પડી ને જડી, મેં ક્યાં ચોરી ?' આમ પ્રત્યક્ષ ચોરી ના કરીએ. આમ ખાનદાનવાળાના દીકરા એટલે આમ ચોરી કરીને, આમ અડીને કંઈ લઈએ નહીં. કારણ કે એમાં તો અમારી ખાનદાનીની બહારની વાત. અમારાથી આવું ના થાય એ મોટામાં મોટો અહંકાર હોય. એટલે આમ ચોરી ના કરીએ. અમે ખાનદાન, અમારી આબરૂ જાય. પણ આ ચોરી ના કહેવાય ? શું કહેવાય ?
પ્રશ્નકર્તા : ચોરી જ કહેવાય.
દાદાશ્રી : તો આનો અર્થ શું કર્યો ? તે દહાડેના જ્ઞાને મને એમ કહ્યું કે આને ચોરી ન કહેવાય. મને એમ લાગ્યું કે મને જડી આ. એટલે ચોરી ના કરી કહેવાય એવું મને થયું. નીચે પડી અને તે આપણને જડી. ‘પડી ને જડી,’ એમાં મેં ક્યાં ચોરી ? એવું તે દહાડેના જ્ઞાને મને કહ્યું.
તેર વર્ષની ઉંમરે આ બુદ્ધિ નહોતી ત્યારે આ વેશ થયો ને ? પ્રશ્નકર્તા: પણ દાદા, તે એક ઉદય એવો આવી ગયો હોય ને ?
દાદાશ્રી : પણ બુદ્ધિ નહોતી ત્યારે આ વેશ થયો ને અને “જડી' એવું માન્યું. સમજણ નહીં ત્યારે જ ને !
પ્રશ્નકર્તા : પણ એ તો તેર વર્ષે તમને થયું ને ! કોકને તોંતેર વર્ષય એવું થાય.
દાદાશ્રી : હા, એ તો બધું તોંતેર વર્ષે નહીં, ત્રણ લાખ અવતાર જાય તોય એવું ડેવલપમેન્ટ હોય નહીં ને !