________________
૧૦૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : ખોટું બોલવું પડે.
દાદાશ્રી : એ બોલવું પડે, એના કરતા એ બધી ભાંજગડ જ નહીં ને ! આ તો થોડે થોડે બબ્બે-બબ્બે રૂપિયા ભેગા થાય એટલે આપવાના. છેતરાઈને મળ્યું એ જ્ઞાત, તેથી ફરી ત થવા દીધી ભૂલ
પ્રશ્નકર્તા : પછી ત્યારથી તમે પાણી મૂક્યું કે હવે કોઈ દિવસ આ
પત્તા નહીં રમવાના.
દાદાશ્રી : પાણી મૂક્યું ને ! પણ ખોટું દુ:ખદાયી હોય, તે કેમ કરાય આપણાથી ? તે ત્યારથી આપણને એક ઉપદેશ મળ્યો કે હવે આ લોકો જોડે ઊભું ના રહેવું. આપણે જાણીએ કે આમાં મળતર છે, મૂ હોતું હશે ? લોકો મળતર સારુ તમને બેસાડે છે અહીં ? પછી જે જાગૃતિ આવી ગયેલી, તે ફરી આ રીતે છેતરાયો નહીં. એક જ ફેર જોઈ લેવાનું હોય. ગીનીની પરીક્ષા એક જ ફેર કરવાની હોય, રોજ ઘસ ઘસ કરવાનું ના હોય.
નાનપણમાં આ બાબતે જે જ્ઞાન મળ્યું પછી ઓળખી ગયો. એટલે મેં કીધું કે કલ્યાણ થઈ ગયું આપણું ! લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા. પછી અમે જ્યાં આવું જોઈએ ત્યાં તરત બંધ, આખી જિંદગી. એટલે છેતરાયેલા એ કંઈ નુકસાન નથી. છેતરાવું એટલે મોટામાં મોટું જ્ઞાન શીખ્યા કહેવાય. જુઓ ને, પછી હવે છેતરાઉ ફરી ? હવે ગણસારા (ઈશારાથી અપાતી ચેતવણી) ઉ૫૨થી સમજી જઉં. મારી હાજરીમાં મુંબઈમાં બેસી ગયેલા ઘણાં. મને દેખે આમ આવતો હોઉ ત્યારે, તે બે-ત્રણ જણા સાચા થઈને બેસી રહે. હું જોઉ, ઊભો રહું ખરો. એ જાણે કે હમણે સપડાશે, પણ ખસી જઉં. ઊભો રહું ખરો. એને જરા લાલચ પેસવા દઉં, પછી ખસું. કારણ કે હિસાબ આવી ગયો છે મારી પાસે.
પ્રશ્નકર્તા : એ છેતરાય.
દાદાશ્રી : હા, છેતરાય... જુઓને, કેવો બધો હિસાબ !