________________
[૪] અણસમજણની ભૂલો
હતા. તે એના પૈસા વપરાઈ ગયા, તે મારે ફસામણ થઈ તે ઘડીએ. તે તીનપત્તીમાં જતા રહ્યા બધાય !
૧૦૩
પ્રશ્નકર્તા : તીનપત્તી ?
દાદાશ્રી : તીનપત્તી એટલે આજની તીનપત્તી નહીં, એ તો જરા
આમ...
પ્રશ્નકર્તા : હા, આમ આમ કરે ને આમ કરે, ત્રણ પત્તામાં.
દાદાશ્રી : હા, પહેલાં જીતાડે એક-બે વખત.
પ્રશ્નકર્તા : હા, એ આમ આમ નાખીને. પણ પહેલું દેખાડે એવું આપને. પહેલું તો કહે, લો, આ પાંચ તમારા. પછી ફરી બે આપે. એટલે આપણે લોભ જાગે પછી કહે, હાથ મારો.
દાદાશ્રી : હા, ફરી આપે. પણ આ આપણી મતિ કાચી પડી જાય ને ! શું આ બધી ગોઠવણી ! શી રીતે પહોંચી વળે માણસોને ? છોકરો અગિયાર-બાર વરસનો. બચ્ચાઓ સરળ હોય. તે મોજશોખની જગ્યા આવે ત્યાં છેતરાઈ જાય. મોજશોખની જગ્યા આવે ત્યારે એંસી વરસેય છેતરાઈ જાય, મોજશોખ ના કરેલો હોય તે. એના કરતા છેતરાયેલો હોય તે સારો. અનુભવ કરેલો હોય તો ફરી છેતરાય તો નહીં ને !
પ્રશ્નકર્તા : ના છેતરાય.
દાદાશ્રી : તે પહેલું દેખાડ્યું મૂઆએ, બે-ત્રણવાર, એટલે આપણે તો ભલાભોળા માણસ અને ગામડાના લોક કહેવાઈએ. મેં જાણ્યું કે આ બધામાં, ફાવી ગયો, પણ પેલા મૂઆ તીનપત્તીવાળાએ છેતરી લીધો. તે ચૌદ-પંદર રૂપિયા લઈ ગયેલો, તે બધા લઈ લીધા. પછી જિંદગીમાં નિયમ લઈ લીધો કે ફરી આવું કામ કરવું નહીં.
પછી ઘેર કહેવાય નહીં આ, પૈસા આવા ને આવા વાપરી ખાધા છે એવું. તે ધીમે ધીમે જેમતેમ કરીને આપ્યા હતા. કહીએ ત્યારે આપે ને કોઈ ! એટલે એ મુશ્કેલી બધી !