________________
[૪] અણસમજણની ભૂલો
૧૦૧
સિગરેટથી સળગી ઊઠ્યું, બહુ પસ્તાવો થયો
હજુય મને દેખાય, તે ભાઈબંધને ત્યાં લગ્નનો પ્રસંગ. તે લગ્નનો છે તે માંડવો બાંધેલો. તે બેરાંઓ માંડવાની નીચે, મોટી કડાઈ મૂકીને ઢેબરા તળે. એની ઉપરનો જે માંડવો ખરો ને એ બાંધેલું. એની જોડેની રૂમમાં અમે બધા ભાઈબંધો બેઠા બેઠા મસ્તી કરીએ.
હું સિગરેટ પીતો હતો, તે મેં સિગરેટ ફેંકી આમ બારીએ જઈને અને એ ચાદર ઉપર જ પડી, જ્યાં આગળ પેલા નીચે તળતા હતા.
સિગરેટથી તો કંઈ મોટું સળગી ગયું હોય એવું બન્યું છે ? પણ કેવા સંજોગો ભેગા થયા ? નીચે ઢેબરા તળાતા હોય, નહીં તો સિગરેટ છેવટે કાણું પડીને નીચે પડી જાય.
પ્રશ્નકર્તા : હા, નીચે પડી જાય.
દાદાશ્રી : હવે નીચે પેલું સળગાવેલું ને, એટલે ચાદર ગરમ થઈ ગયેલી અને આ સિગરેટ પડી એટલે ભડકો થયો મોટો.
પ્રશ્નકર્તા: એ બધું ગરમ ખરું ને, એટલે સળગી ગયું.
દાદાશ્રી : ગરમ થઈ ભડકો થઈ ગયો. ભાઈબંધ તો બધું દાબી દીધું. શાથી થયું, શાથી નહીં એ બધું દાબી દીધું, પણ આ બહુ ખોટું દેખાય. એટલે પછી તો મને બહુ મોટો પસ્તાવો થયો કે વળી આવું બધું આપણા હાથે, આપણા નિમિત્તે ! આપણે આવું નિમિત્ત ક્યાંથી બન્યા ? બોલો, સિગરેટ ઉપર ચીડ ચડે કે ના ચડે પછી ?
અમારો બીજો એક ભાઈબંધ તે જાણે નહીં કે આવું બધું બન્યું તેવું. તે એને ઘેર હું સળગતી સિગરેટ નાખું, તે સળગતી નાખવાની ટેવ, તે પેલો ભડક ભડક કર્યા કરે કે સળગી ઊઠશે, કશુંક સળગી ઊઠશે. ત્યારે મેં કહ્યું કે “ભાઈ, કો'ક ફેરો આવું બને આપણા હાથે. જે નહોતું સળગી ઊઠવાનું તે ત્યાં સળગી ઊઠ્યું. અને અહીં આ તો બધો હિસાબ જુદી જાતનો છે. ગભરાઈશ નહીં, તું ગભરાતો ના રહીશ.” હોલવવા હલ