________________
[૪] અણસમજણની ભૂલો
૯૯
અને તેનું જ આપણા શ્વાસોશ્વાસ બંધ થઈ જાય, નહીં તો કોણે કર્યો છે? મહીં કંઈ ખોટ છે શ્વાસોશ્વાસની ? હિસાબ તો આપણે ચૂકવવા જ પડે ને? જુઓને, ખુરશીમાં બેસીને ફરીએ છીએ ને ! બીજી રીતે કશી હરકત નથી, આ એકલી હરકત છે ને ! બીજું તો દસ કલાક કામ થાય બળ્યું, બેઠા બેઠા બોલવાનું હોય તો ! બોલતી વખતે તો કોઈક એમ જ જાણે કે આ દાદા વેશ કરે છે, ખુરશીમાં બેસીને !
પ્રશ્નકર્તા : પણ અમે તો આજ ધંધો મુખ્ય કરેલો.
દાદાશ્રી : ના, પણ હજુ એના પ્રતિક્રમણ કરી શકો ને ! આ મારે તો એ જ કરેલું ને, મેંય આ જ કરેલું, તેથી જ અમારા પેલા મિલવાળા ભત્રીજા કહે છે, “તમે તો સળીયાખોર છો,’ નથી કહેતા ?
સળીયાખોર કહે છે એટલે મેં કહ્યું, પેલી બુદ્ધિ અંતરાય રહી'તી, તે શું કરે ? બળવો તો કરે જ ને !
અંતરાયેલી બુદ્ધિ, તેથી “સળીયાખોર' કહે અમને પ્રશ્નકર્તા : બુદ્ધિ અંતરાય રહી'તી, એ શું દાદા ?
દાદાશ્રી : અંતરાયેલી બુદ્ધિ આવું ખોળી કાઢે. અંતરાયેલી બુદ્ધિ શું કરે ? તોફાન માંડે કે ના માંડે ?
તે દહાડે બુદ્ધિ અંતરાયેલી હતી ને ! તે સળીઓ કરે. બુદ્ધિ અંતરાયને ત્યારે કંઈ મજા ના આવતી હોય તો સળી કરે કે “મજા આવી” કહે. સળી એટલે શું ? કે અહીં પોતે બેઠો હોય ને ટેટો પેણે ફૂટે, એનું નામ સળી ! તે આ બધી બુદ્ધિ ઊંધી-છત્તી થયા જ કરે ને ! એટલે લોક જાણે કે આ સળીયાખોર છે અને અમેય કહીએ ખરા કે ભાઈ, અમે સળીયાખોર જ હતા.
પ્રશ્નકર્તા : આપ સવળી સળીય કરતા હશો ને ?
દાદાશ્રી : સવળી સળીય ખરી, પણ એ ઓછી. વધારે તો અવળી. સવળી તો કંઈ પડેલી જ નહોતી ને ! અને અવળી તો કેટલે સુધી ?