________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (વધુ બુદ્ધિશાળી) હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો બધાની, સારા-સારા માણસોની, મોટામોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યો ને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.
૯૮
પ્રશ્નકર્તા ઃ મને તો હજુય મશ્કરી કરવાનું મન થયા કરે છે.
:
દાદાશ્રી : મશ્કરી કરવામાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમેય એટલું જ છે પછી. એટલે અમે તે દહાડે આવું જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.
જોખમ મશ્કરીઓતું : ભગવાનના સામાવળિયા થયા
પ્રશ્નકર્તા : કોઈની મશ્કરી કરી નાખે ને એને જરા ચોંટી ગઈ, તો પછી એનું શું શું જોખમ આવે ? કઈ કઈ જાતના જોખમ છે એમાં ?
દાદાશ્રી : એવું છે ને, એને ધોલ મારી હોત ને, તો જે જોખમ હતું તેના કરતા આ તો અનંતગણું જોખમ છે. એની મશ્કરી કરી. એને બુદ્ધિ ના પહોંચી, એટલે તમે તમારા લાઈટથી એને કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહે, ‘આને બુદ્ધિ નથી તેનો આ લહાવો લે છે !'
ત્યાં આગળ ભગવાનને આપણા સામોવાળિયો કર્યો ખુદ. પેલાને ધોલ મારી હોત તો તો એ સમજી ગયો હોત બિચારો, એટલે એ પોતે માલિક થાય એનો. પણ આ તો બુદ્ધિ જ પહોંચતી નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ તે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે ‘ઓહોહો, આને બુદ્ધિ નથી, આને બુદ્ધિ ઓછી છે, તેને મૂઆ સપડાવું છું ?' આવી જા, કહેશે. તે સામાવળિયો એને બદલે એ બેસે પાછો. સાંધો તોડી નાખે પછી એ તો. મશ્કરીવાળાને તો વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી'તી કે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ.’