________________
[૪] અણસમજણની ભૂલો
ભાગીદારને બતાવ્યા બબૂચક આ જ્ઞાન થયું તે પહેલાં મને ટીખળ કરવાની બહુ ટેવ. એક વખત મારા ભાગીદાર સી. પટેલ સાથે ફરવા જતા હતા. તેમણે કહ્યું કે તમે બધું કહો છો ત્યારે કહો આ છોડ શાનો છે ? મેં કહ્યું, ઈલાયચીનો. તે ઉપર નાના નાના દોડવા બેઠેલાં. તેમણે માન્યું પણ ખરું. પછી ઘેર ગયા ને ઘરડાંઓને વાત કરી કે અહીં ઈલાયચી બહુ થાય છે. ત્યારે એ કહે, અલ્યા, કોણે કહ્યું ? ત્યારે કહે, મારા ભાગીદારે કહ્યું, પેલા અંબાલાલે.
એટલે ડોસા મારી પાસે આવ્યા. તે મને કહે છે, અલ્યા, ઈલાયચી ક્યાં થાય છે? ત્યારે મેં કહ્યું, મેં તેને બબૂચક બનાવ્યો, તે તમે બબૂચક શું કામ બન્યા ? ઈલાયચી તો છોડ ઉપર નહીં પણ મૂળિયામાં થાય.
હવે ભૂલ સમજાય, મશ્કરીઓ કરેલી એની પ્રશ્નકર્તા : આપની માટે એવું કહે છે, આપ તો એવા જ તોફાની હતા. તમે કેવા તોફાન કરેલા ?
દાદાશ્રી : અરે, બહુ જાતના તોફાન ! છોકરાં કરે એવા બધાય વળી. પ્રશ્નકર્તા કહોને દાદા, થોડાક, કેવા તોફાન કરેલા ? દાદાશ્રી : મશ્કરી કરતા લોકોની, એ ટીખળો-બીપળો બધું.